રાફેલ હોય કે અગસ્તા: કેસનો ચુકાદો જલદી આવવો જોઈએ

ફ્રાન્સ સાથે ફાઇટર જેટ રાફેલ ખરીદવાના સોદાને કોંગ્રેસે રાજકીય અને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. આ અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે હમણા આપેલો આદેશ ચોક્કસ મોદી સરકારને અનુકુળ આવે તેવો નથી.પણ સુપ્રીમ કોર્ટે એવો પણ કોઇ આદેશ નથી આપ્યો જેને લઇને કોંગ્રેસ અને અન્ય વિપક્ષો અર્થઘટન કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં મતદાનના પહેલા તબક્કાની શરૂઆત થાય તે પહેલા સુપ્રીમ કોર્ટના આદેશને વિપક્ષો હવે હથિયાર બનાવી રહ્યા છે. જોકે ચૂંટણીના સમયે દરેક રાજકીય પક્ષ નાના-મોટા મુદ્દાઓને મોટું સ્વરૂપ આપી રાજકીય લાભ ખાટવા પ્રયાસ કરતા હોય છે. તેથી રાફેલ મામલે સુપ્રીમના તાજા ચુકાદાને કોંગ્રેસ અને વિપક્ષી દળો પોતાની જીત તરીકે ગણાવવામાં લાગી ગયા છે. પણ કોંગ્રેસ અને વિપક્ષોએ રાફેલ સોદામાં જયારે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીનચીટ આપી તે માનવાનો ઇન્કાર કરીને ચોકીદાર ચોર છે તેવો આક્ષેપ જોરશોરથી ચાલુ રાખ્યો હતો

કોંગ્રેસનો માટે તર્ક એવો હતો કે એમે તો સુપ્રીમ કોર્ટમાં મામલે ગયા જ નથી. અમારી માંગણી સંયુકત સંસદીય સમિતિ દ્વારા આ સોદાની તપાસ કરવામાં આવે તે હતી. રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટેના આદેશ સામે જે પણ પુનઃ વિચારણાની માગણી કરતી અરજીઓ હતી તેના પર સુનાવણી હતી.

તેમાં સરકારની દલીલ હતી કે જે દસ્તાવેજો ચોરાયા હતા તેને ધ્યાનમાં લેવા જોઇએ નહીં.ઉલ્લેખનીય છે કે રાફેલને લગતા કેટલાક દસ્તાવેજો મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલ માન્ય રાખી નથી. સુપ્રીમ કોર્ટમાં રાફેલ મુદ્દે આટલી વાતને વિપક્ષો જાણે સરકારનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોય તેવી રીતે પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે.

જોકે એ વાતનું ઘણાને આશ્ચર્ય છે કે ચોરીના દસ્તાવેજોને આ કેસમાં જોડવા જોઇએ કે નહીં તેનો નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટને થોડો વધુ સમય લાગ્યો. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિશેષાધિકાર અને ગુપ્તતાના નિયમો હેઠળના દસ્તાવેજોને પણ કોઇપણ મામલાની સુનાવણીમાં ગણતરીમાં લઇ શકાય છે. ત્યારે હવે એવી પણ અપેક્ષા રખાઇ રહી છે કે સુપ્રીમ કોર્ટ હવે આ મામલે પોતાનો અંતિમ ચુકાદો પણ જલદી આપે.

સુપ્રીમ કોર્ટ ઝડપથી પોતાનો આખરી ચુકાદો જાહેર કરે કે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત થઇ જાય. બોફોર્સની જેમ લાંબો સમય આ મામલો અદાલતમાં અટવાયેલો ના રહે તે દેશ હિતમાં છે. સુપ્રીમમાં પુનઃવિચાર અરજીઓ પરની સુનાવણી કયારે થશે તે પણ નક્કી નથી. રાફેલનો મામલો ચૂંટણીનો મુદ્દો પણ બન્યો છે. વિપક્ષો રાફેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સતત કરે છે અને તેમાં કોંગ્રેસ સૌથી અગ્રેસર છે.

રાહુલ ગાંધી લગભગ તમામ ચૂંટણી સભામાં રાફેલનો મુદ્દો ઉછાળે છે. વિપક્ષ સરકાર પર પ્રહાર કરવાનો મોકો ન ગુમાવે તેમાં કંઇ ખોટું નથી પરંતુ એ બાબત દુઃખદ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ન્યાયાધીશની જેમ વ્યવહાર કરે છે. એટલું જ નહીં તેઓ જૂઠનો સહારો પણ લઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રાફેલ અંગે કોઇ ચુકાદો આપ્યો નથી. કોંગ્રેસ કોઇ જાતના પુરાવા વિના સતત કહે છે કે સરકારે રૂ.૩૦,૦૦૦ કરોડ અનિલ અંબાણીને આપી દીધા છે.

કોંગ્રેસ તેનો એવો પણ પ્રચાર કરે છે કે જાણે સુપ્રીમ કોર્ટે પણ તેને માની લીધું હોય. રાહુલ ગાંધી રાફેલના મામલે મોદીને જાહેરમાં ચર્ચા માટે પડકાર ફેંકે છે, પરંતુ એ વાતનો ફોડ પાડતા નથી કે શું તેઓ પણ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદા કે નેશનલ હેરાલ્ડ મામલે જાહેર ચર્ચા માટે તૈયાર છે ખરા? રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપોને એક બાજુ મુકીએ તો એક વાત સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે તે તમામ કેસોનો નિવેડો જલદી આવવો જોઇએ.પછી તે આક્ષેપો કોંગ્રેસ સામે હોય, ભાજપ સામે હોય કે પછી કોઇ પણ પક્ષ કે રાજકીય નેતા સામે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago