કોલેજોમાં અાવતી કાલથી વસંત ‘વેલેન્ટાઈન વીક’નો પ્રારંભ થશે

અમદાવાદ: પ્રેમની અભિવ્યક્તિનાે દિવસ એટલે વેલેન્ટાઇન ડે. ૧૪ ફેબ્રુઆરીની આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે યુવાઓ વેલેન્ટાઇન ડેની ઉજવણીની તૈયારીમાં આવતી કાલથી લાગી જશે. વેલેન્ટાઇન ડે પહેલાં વેલેન્ટાઇન વીકની ઉજવણીનો ક્રેઝ યુવાઓમાં વધી રહ્યો છે. આવતી કાલથી જ વેલેન્ટાઇન વીકની ઉજવણી શરૂ થઇ જશે.

રોમના સેન્ટ વેલેન્ટાઇન નામના પાદરી હંમેશાં બે સાચા હૃદયના પ્રેમીઓને ભેગા કરવામાં મદદરૂપ થતા હતા. તેમની યાદમાં દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન ડે તરીકે ઊજવાય છે. આ ઉજવણી શહેરમાં ખાસ કરીને કોલેજ-યુનિવર્સિટીમાં દરરોજ વિવિધ ડેની ઉજવણી સાથે યુવાઓ કરે છે, જેમાં સૌથી પહેલાં કાલે બુધવારે રોઝ ડેથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થશે.

પ્રેમ કરનારાઓ માટે પ્રેમના ટાઇમ ટેબલ સમા સાત દિવસ દરમિયાન વેલેન્ટાઇન ડેની ઉજવણી પહેલાંનું સપ્તાહ ઊજવાશે. ખાસ કરીને કોલેજ કેમ્પસ અને પોતપોતાના મિત્રવર્તુળમાં યુવાઓ અવનવા દિવસની ઉજવણી કરવાનાં આયોજન કરી રહ્યા છે.

વેલેન્ટાઇન ડે એટલે વગર મુહૂર્તે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. આવતી કાલના દિવસને રોઝ ડેના રૂપમાં ઊજવવામાં આવશે. પોતાની ભાવનાઓને જુદા જુદા રંગના ગુલાબથી વ્યકત કરાશે. મિત્રોને પીળો અને પ્રેમીને લાલ ગુલાબ અપાશે. ૮ ફેબ્રુઆરીએ પ્રપોઝ ડેે ઊજવાશે. પોતાના દિલ કે મનની વાત કહીને ચાહકો તેમના પ્રેમનો એકરાર કરશે. ૯ ફેબ્રુઆરીએ ચોકલેટ ડેની ઉજવણીમાં યુવાનો ચોકલેટ આપીને સંબંધમાં મીઠાશ ભરશે.

૧૦ ફેબ્રુઆરીએ ટેડીઝ ડે, જેમાં ટેડી ટોઇઝ આપવાનું બહાનું પણ પણ પ્રેમનું માધ્યમ બનશે. ૧૧ ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે ઊજવવામાં આવશે. ૧ર ફેબ્રુઆરીએ કિસ ડે ઊજવવામાં આવશે. ૧૩ ફેબ્રુઆરીએ હગ ડે ઊજવાશે. ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે પ્રેમ કરનારા લોકો માટે સૌથી મોટા દિવસ તરીકે ઊજવવામાં આવશે.

You might also like