ખીલના ઉપચાર માટે આવી રહી છે રસી

યુવાનીમાં ખીલ ન થયા હોય એવો યુવક કે યુવતી ભાગ્યે જ જોવા મળે. ખીલના કારણે સુંદરતામાં ઘટાડો થાય છે અને એથી યંગસ્ટર્સ બજારમાં મળતી ખીલ મટાડતી ક્રીમ ખરીદીને મોં પર લગાવતા હોય છે, પણ હવેે અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-સેન ડિયેગોમાં એક રિસર્ચ બાદ ખીલ ન થાય એવી કોઇ રસીની શોધ કરવામાં આવી છે.

એના પ્રયોગો સફળ થયા છે. ખીલ થવાનું એક કારણ એકને વલ્ગેરિસ નામના બેકટેરિયા છે. આ બેકટેરિયા માનવીના શરીરની ચામડીમાં જોવા મળે છે. એના કારણે ખીલ થાય છે. પણ રિસર્ચરોએ આ બેકટેરિયાને ઓછા કરી શકે એવી રસી તૈયાર કરી છે. ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામ સકારાત્મક રહ્યાં છે.

You might also like