ડ્રગ્સના ખુલાસા બાદ UNએ શારાપોવાની હકાલપટ્ટી કરી

ન્યૂયોર્કઃ ડ્રગ્સના ખુલાસા બાદ યુએન સદ્ભાવના રાજદૂતના પદ પરથી મારિયા શારાપોવાની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમમાં વર્ષ ૨૦૦૭થી સદ્ભાવના રાજદૂતના રૂપમાં મારિયા શારાપોવા જોડાઈ હતી.

થોડા દિવસ પહેલાં પાંચ વાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી મારિયા શારાપોવાએ ખુદ સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન ડ્રગ ટેસ્ટમાં તે નિષ્ફળ રહી હતી. આ ખુલાસા બાદ ૨૮ વર્ષીય શારાપોવા પર એક વર્ષ કે તેથી વધુનો પ્રતિબંધ લાગી શકે છે. નાઇકીએ પણ આ વાતનો ખુલાસો થયા બાદ શારાપોવા સાથેનો કોન્ટ્રેક્ટ તોડી નાખ્યો હતો.

You might also like