ફેસબુકથી અાગળ નીકળ્યું ટ્યૂ કોલર, વોટ્સઅેપ બન્યું નંબર વન અેપ

નવી દિલ્હી: ફેસબુકને પાછળ રાખતા કોમ્યુનિકેશન એપ ટ્યૂ કોલર ગૂગલ પ્લે સ્ટોર્સ પર દેશમાં ચોથી સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્લિકેશન બની ચૂકી છે. અા એપની અંદરની એડ્વર્ટાઈઝમેન્ટને રોજ એક લાખથી વધુ ક્લિક મળે છે.
‘મેરી મિકર ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ ૨૦૧૭’ના રિપોર્ટ મુજબ વોટ્સઅેપ દેશની સૌથી વધુ ડાઉનલોડ થતી અેપ છે. ત્યારબાદ મેસેન્જર અને શેરઇટ છે. ટ્યૂ કોલરના અધિકારી તેજિન્દર ગિલે એક નિવેદનમાં કહ્યું કે અમારી સૌથી મોટી મજબૂતાઈ એન્ગેજમેન્ટ છે જે અમે અમારા એડ પ્રોવાઈડર્સને અાપીઅે છીઅે.

ગિલે કહ્યું કે અમે બ્રાન્ડના મેસેજને યુઝર્સના મગજમાં સૌથી ટોપ પર પહોંચાડી શકીઅે છીઅે. અા મેસેજની સાથે અમે અેપોઈમેન્ટ વ્યૂઈંગ અેપ નથી. અા મેસેજ તેનાથી પણ સાબિત થાય છે કે અમારા ૭૦ ટકાથી વધુ એડ્વર્ટાઈઝર્સ વારંવાર અાવતા ગ્રાહકો છે જે અમને અમારા મંચની વિશ્વનીયતા જણાવે છે.

ઘરેલુ મનોરંજન અેપ જિઓ ટીવીઅે અા વર્ષે સૌથી મોટી છલાંગ લગાવી છે અને ફેસબુક લાઈટને પછાડતા ૩૦૧થી ૯ નંબર પર પહોંચી ચૂકી છે. અા રિપોર્ટમાં કહેવાયું છે કે દેશના ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધીને ૩૫.૫ કરોડ પહોંચી ચૂકી છે અને દુનિયામાં ચીન બાદ તે બીજા નંબરે છે.
http://sambhaavnews.com/

You might also like