બ્રાઇડલથી લઇને પાર્ટી સુધી છવાયેલો રહેશે આઇમેકઅપનો ટ્રેન્ડ

શું હજુ સુધી તમે બ્લેક આઇલાઇનર અથવા ન્યૂટ્રલ આઇશેડોનો ઉપયોગ કરી રહ્યાં છો? આ સીઝનમાં તમે તમારી મેકઅપ પેલેટને બદલી નાંખો. ન્યૂટ્રલ બ્રાઉન અથવા પીચ ન્યૂડ શેડ્સ આ વખતે ટ્રેન્ડમાંથી આઉટ થઇ ગયા છે.

જો તમે ન્યૂડ લિપ ગ્લોસ અને બ્રોન્ઝ આઇઝની સાથે સિમ્પલ લુક ઇચ્છો છો તો ટરકોયઝ આઇલાઇનર અથવા રેડ આઇશેડોનો ટચ તમારા લુક માટે પરફેક્ટ છે. આ વર્ષે બ્રાઇટ અને પોપી શેડસ ટ્રેન્ડમાં રહેશે. આ લૂક તમારા ચહેરાને વધારા અન્હેસ કરશે અને ગ્લો પણ વધારવામાં મદદ કરશે.

જ્યારે આપણે આઇશેડો અંગે વાત કરીએ છીએ તો હેવી મેટેલિક આઇ સૌથી પહેલા ધ્યાનમાં રાખો. મેટેલિક ટ્રેન્ડ 2019માં પણ જોવા મળશે.

કલાસિક કેટ આઇ લૂક ટ્રેન્ડમાં રહેશે. આમાં તમે બે પ્રકારના શેડના આઇલાઇનર લગાવી શકો છો. આંખો પર બીજા રંગનો સ્ટ્રોક લગાવો. ગત છેલ્લા કેટલાક વર્ષોથી ન્યૂડ અને બ્રાઉન રંગ ટ્રેન્ડમાં રહ્યા છે પરંતુ આ વખતે નવા ટ્રેન્ડ માત્ર બોલ્ડ અને બ્રાઇટ પોપી કલર્સ નો છે, જેમ કે ગુલાબી, બેંગની, એરિન્જ અને પીળા રંગનો ઉપયોગ કરી શકે છે જે આ વર્ષે હટકર નજર આવનાર છે.

You might also like