‘લવ સોનિયા’ના ટ્રેલરને એક વીકમાં એક કરોડથી વધુ વ્યૂ મળ્યા

મુંબઇ: ચાઇલ્ડ ટ્રાફિકિંગની કડવી વાસ્તવિકતાને દર્શાવતી ફિલ્મ ‘લવ સોનિયા’નું ટ્રેલર રિલીઝ થયા બાદ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ચૂકયું છે. તેને મળેલો રિસ્પોન્સ જોઇને નિર્માતા અને નિર્દેશકો પણ હેરાન થયા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રિલીઝ થયેલા લવ સોનિયાના ટ્રેલરને અત્યાર સુધી એક કરોડ સત્તર લાખ વ્યૂ મળી ચૂકયા છે.

આ ફિલ્મના ટ્રેલરને માત્ર એક વીકમાં મળેલો આવો રિસ્પોન્સ જોઇને ડિરેકટર તબરેજ નૂરાની અત્યંત રોમાંચિત છે. નૂરાનીએ એક નિવેદનમાં કહ્યું કે હું ‘લવ સોનિયા’ને મળેલા આટલા પ્રેમ અને પ્રશંસાથી ખૂબ જ ખુશ છું. મોટા ભાગનાં વખાણ ફિલ્મની કાસ્ટ અને ક્રૂના થઇ રહ્યાં છે.

જેને ભારતીય દર્શકો સુધી ફિલ્મ પહોંચાડવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. અસલી ઘટનાથી પ્રેરિત ફિલ્મ ‘લવ સોનિયા’ની કહાનીએ લોકોને હચમચાવી મૂકયા છે.

આ એક એવી છોકરીની કહાણી છે જે ભારત, હોંગકોંગ અને લોસએન્જલસમાં ફેલાયેલા ચાઇલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કમાં પોતાની બહેનને બચાવવા માટે જિંદગી દાવ પર લગાવી દે છે. ફિલ્મમાં મનોજ વાજપેયી, રિચા ચડ્ડા, રાજકુમાર રાવ, અનુપમ ખેર, આદિલ હુસેન, ડેમી મૂરે અને ફ્રેડા પિન્ટો સામેલ છે.

ભારતમાં રોજ ર૭૦ મહિલા અને છોકરીઓ ગુમ થાય છે
ભારતમાં રોજ સરેરાશ ર૭૦ મહિલાઓ અને છોકરીઓ ગાયબ થાય છે. પોલીસ માનવ તસ્કરી અને સેકસ રેકેટ જેવા અપરાધોનો પર્દાફાશ પણ કરે છે. ફિલ્મ ‘લવ સોનિયા’માં આવી ઘણી હકીકતો દર્શાવાઇ છે. આ ફિલ્મ ૧૪ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

You might also like