શતાબ્દી-રાજધાની પ્લેટફોર્મ પર હશે ત્યારે ટોઈલેટ લોક થઈ જશે

અમદાવાદ: ગુજરાત સહિત રાજ્યભરની ૧૩ શતાબ્દી ટ્રેન અને ૧૧ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહેશે ત્યારે હોલ્ટ દરમિયાન ટોઇલેટનો યુઝ કરી શકશે નહીં. આગામી ટૂંક સમયમાં આ ટ્રેનોમાં આધુનિક ફેરફાર સાથેની સિસ્ટમ અમલી કરાશે. ટ્રેનના ટોઇલેટ ટ્રેન પ્લેટફોર્મ પર આવે તે પહેલાં જ બંધ થઇ જશે. જે રિમોટ દ્વારા ટ્રેન ચાલુ થયા બાદ ખોલવામાં આવશે.

મુસાફરોની વ્યાપક ફરિયાદો રેલવે તંત્રને મળતી હતી કે ટ્રેન શરૂ થાય તે અગાઉ ટોઇલેટ ગંદાં થતાં હતાં. મુસાફરોની ફરિયાદના પગલે આ ટ્રેનોમાં એરોપ્લેન જેવી વેક્યુમ લોક સિસ્ટમ બેસાડવામાં આવશે. આ ઉપરાંત શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં એન્ટિ ડસ્ટિંગ કલર કરવામાં આવશે. જેના કારણે કોચ પર કશું જ લખી શકાશે નહીં. બંને ટ્રેનોના ફલોર પણ બદલી નાખવામાં આવશે.

ફર્સ્ટ એસીની ટ્રિપ પૂરી થયા બાદ તમામ સીટના કવર બદલી નાખવામાં આવશે અને ફ્રી વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરાશે. લગેજ મૂકવાની જગ્યાએ લીટા ન પડે તેવું કલર કોટિંગ કરાશે. અંદાજે પ૦૦ કલાક ફ્રી વાઇફાઇની સુવિધા રાજધાની-શતાબ્દીમાં ઊભી કરાશે.

You might also like