જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની ભીતિ

નવીદિલ્હી : પંજાબના પઠાણકોટ એરફોર્સ બેઝ પર ભીષણ ત્રાસવાદી હુમલામાં તપાસ હજુ પૂર્ણ થઇ નથી કે નવેસરથી હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવે જમ્મુ કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે મહત્ત્।મ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તમામ જગ્યાએ સેનાના કમાન્ડો મોરચા સંભાળી ચુકયા છે. ટોપના આર્મી અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પ્રજાસત્ત્।ાક દિવસ પહેલા ત્રાસવાદી મોટા હુમલાને અંજામ આપી શકે છે.

કાશ્મીર ખીણ અને અન્યત્ર ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટ. જનરલ ડી એસ હુડાને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લશ્કર પ્રકરાના હુમલાની યોજના ત્રાસવાદીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે જેથી મજબૂત સુરક્ષા પગલા લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જો જરૂર પડશે તો રિઝર્વ એસએફ ટીમને પણ કોઇ પણ આતંકવાદ વિરોધી મિશન માટે તૈનાત કરવામાં આવનાર છે.

નવમી જાન્યુઆરીના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભલ પઠાણકોટ એરફોર્સ બેઝ ખાતે પહોંચ્યા હતા. અને હુમલાના સંબંધમાં માહિતી મેળવી હતી. સાથે સાથે ટોપ લશ્કરી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આતંકવાદી હુમલામાં ધાયલ થયેલા જવાનોને મળવા માટે પણ પહોંચ્યા હતા અને તેમનો જુસ્સો વધાર્યો હતો. મોદી આઈએએફના હેલિકોપ્ટરમાં પંજાબમાં પાકિસ્તાન સાથેના સરહદી પટ્ટામાં પહોંચ્યા હતા અને સરહદ પર સુરક્ષા પાસાઓની સમીક્ષા કરી હતી.

મોદીએ પઠાણકોટ એરબેઝની આસપાસ સુરક્ષા પાસાઓ પણ નિહાળ્યા હતા. બીજી જાન્યુઆરીના દિવસે સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ ભીષણ હુમલો કર્યો હતો. મોદીને ઓપરેશનની એ જગ્યા પર પણ લઇ જવામાં આવ્યા હતા જયાં આતંકવાદીઓ છુપાઈ ગયા હતા. આ ઉપરાંત એ બિલ્ડિંગ પણ બતાવવામાં આવી હતી જયાં ત્રાસવાદીઓ રોકાયા હતા. જમ્મુ કાશ્મીરમાં હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને નવ ટીમો તૈયાર રાખવામાં આવી છે.

બીજી બાજુ પઠાણકોટ એરફોર્સ બેઝ પર હુમલો કરવામાં આવ્યા બાદથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા દેશમાં રાખવામાં આવી છે. હાલમાં જ ઇન્ટેલિજન્સ સંસ્થાઓ અને સુરક્ષા સંસ્થાઓ દ્વારા ચેતવણી આપીને કહેવામાં આવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રમોદી, સંસદ, પરમાણુ સ્થળ અને સંરક્ષણ સંસ્થાઓ ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં છે. બીજી જાન્યુઆરીના દિવસે પઠાણકોટમાં હુમલો કરવામાં આવ્યા બાદ પંજાબ સહિત જુદાજુદા ભાગોમાં હાઈએલર્ટની જાહેરાત કરી દેવામાં આવી હતી.

પાટનગર દિલ્હી, મુંબઈ અને દેશના અન્ય ભાગોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી હતી. પંજાબમાં પઠાણકોટ ખાતે હુમલા કરવામાં આવ્યા બાદ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળો, મોટા મોલ, બજારો ખાતે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેશમાં મહત્વપૂર્ણ સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળો ઉપર વધારાના પોલીસ અને સિકયુરિટી ફોર્સની તૈનાતી કરવામાં આવી ચુકી છે. પંજાબ ઉપરાંત ગુજરાત, ચંદીગઢ, પડોશી રાજય હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં પણ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

પાટનગર દિલ્હીમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. સંસદ, મેટ્રો અને વીઆઈપી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. ઉત્ત્।ર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, મહારાષ્ટ્રના જુદાજુદા ભાગોમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર બીએસએફને પણ સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રજાસત્ત્।ાક દિવસ પહેલા હમેંશા મજબૂત સુરક્ષા રાખવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને દિલ્હી તથા અન્ય મોટા શહેરોમાં અગાઉ ત્રાસવાદી હુમલા થઈ ચુકયા છે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. નોર્થ અને સાઉથ બ્લોક ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સરકારી ઈમારતોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. પંજાબમાં હાલમાં બે વખત ત્રાસવાદી હુમલા કરવામાં આવી ચુકયા છે. દેશના મોટા શહેરોમાં હાલ ખાસ તકેદારી રાખવામાં આવી છે.

જેમાં અમદાવાદ, મુંબઇ, દિલ્હીનો સમાવેશ થાય છે. પ્રજાસત્ત્।ાક દિવસની ઉજવણી દેશના તમામ રાજયોમાં કરવામાં આવનાર છે. આ અંગેની તૈયારી પણ હાલમાં દિલ્હી સહિતના રાજયોમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ હુમલાને અંજામ આપીને ઉજવણીમાં ખલેલ પહોંચાડી શકે છે.

You might also like