આગામી 3 દિવસ સુધી ગરમીનો પારો રહેશે યથાવત્ત, સરેરાશ 42-43 ડિગ્રી

સમગ્ર રાજ્યમાં મેં મહિનો ગરમીનાં કારણે અતિશય આકરો બની રહ્યો છે. ત્યારે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ ગરમીની જન જીવનને માઠી અસર પડી રહી છે અને ગરમીથી છુટકારો મળે તેવા હજુ સુધી કોઈ પણ પ્રકારનાં અણસાર મળી રહ્યાં નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે.

એકા એક જ પવનની દિશા બદલાતા ગુજરાતનાં તાપમાનમાં ભારે વધારો થયો છે. જેથી રાજ્યમાં ગરમીનું તાપમાન યથાવત્ જ રહેશે. આ સાથે જ આગામી ત્રણ દિવસ સુધી 42થી 43 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ગરમી વધવાની શક્યતા પણ દર્શાવી છે.

મહત્વનું છે કે શહેરમાં ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે રાજ્યભરમાં સતત તાપમાનમાં વધારો થતો જોવાં મળી રહ્યો છે. જેમાં એકાએક થોડાંક દિવસ તો તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ઉત્તર ભારતમાં સતત એક અઠવાડિયાથી વાતાવરણમાં ભારે વરસાદ સાથે તોફાન આવ્યું હોવાંથી ગરમીની માત્રામાં ઘટાડો થયો હતો.

જો કે હવે ફરી ગરમીમાં વધારો થવાંની શક્યતા સેવાઇ રહી છે. એકાએક જ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવાં મળી રહ્યો છે. પવનની દિશા પણ એકાએક બદલાઇ ગઇ છે. હજી પણ 3 દિવસ સુધી ગરમી યથાવત્ રહેશે. પવનની દિશામાં ફેરફાર થતાં વાતાવરણ ગરમ બનશે. સમગ્ર રાજ્યમાં પણ પારો 42થી 43 ડિગ્રી સુધી રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

You might also like