શું તમે કોફી પર તમારો ચહેરો જોવા માંગો છો? તો પહોંચી જાઓ અહીંયા પણ મોંઘુ પડશે

લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલી ધી ટી ટેરેસ નામની કાફેમાં કેપુચીનો કોફી વેચાય છે, જેને લોકો સેલ્ફીચીનો તરીકે ઓળખે છે. યુરોપમાં આવું પહેલું સેન્ટર છે, જ્યાં તમારો ખુદનો ચહેરો કોફીમાં ઉપસાવીને અપાય. આ કોઈ હેન્ડ આર્ટ નહીં પણ મશીન આર્ટ છે. ક્સ્ટમરે ઓનલાઈન એપ દ્વારા કાફેને પોતાનો સેલ્ફી મોકલવાનો હોય છે.

કેપુચીનો કે હોટ ચોકલેટ પર આ સેલ્ફી તમે પીણામાં લઈ શકો છો. ખાસ મશીન દ્વારા કોફી કે હોટ ચોકલેટ ઉપર તરતા ફીણ પર ફ્લેવર વિનાના ફૂડ કલરિંગ દ્વારા તમારો ચહેરો દોરાઈ જાય છે. માત્ર ચાર મિનિટમાં આ સેલ્ફીચીનો તૈયાર થઈ જાય છે. એક કપ સેલ્ફીચીનોની કિંમત છે ૫.૭૫ પાઉન્ડ્સ એટલે કે લગભગ ૫૦૦ રૂપિયા.

You might also like