સાલ હોસ્પિટલથી સતાધાર ચાર રસ્તાનાં દબાણો પર તંત્ર ત્રાટક્યું

અમદાવાદ: રસ્તાનાં દબાણને હટાવીને તેને ખુલ્લા કરવાના મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરભરમાં હાથ ધરેલા અભિયાન હેઠળ આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણની ત્રણ ગાડી અને પચીસ મજૂરોના કાફલા સાથે સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીનાં દબાણ પર ત્રાટકી હતી.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સીધી સૂચનાથી શહેરભરના દબાણગ્રસ્ત રસ્તાને ખુલ્લા કરવાની ઝુંબેશ ચાલી રહી હોઇ તેને લોકો આવકારી રહ્યા છે. ગઇ કાલે પાનકોરનાકાથી ગાંધીરોડથી પાંચકૂવા દરવાજા સુધીના રોડ પરનાં દબાણ દૂર કરવાની કામગીરી તંત્રે હાથ ધરી હતી.

લો ગાર્ડનના ખાણી-પીણી બજારનાં દબાણનો સફાયો કરવા ઉપરાંત ગાંધીરોડ પરનું ઓપરેશન ડિમોલિશન ચર્ચાસ્પદ બન્યું હતું. આશરે બે કિમી લંબાઇના રસ્તાને દબાણમુક્ત થયેલો જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા.

દરમ્યાન આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીના રસ્તા પરનાં દબાણને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી, જે અંતગર્ત સન એન સ્ટેપ કલબ તેમજ ઓનેસ્ટના પાર્કિંગનાં દબાણને હટાવાયાં હતાં. આ રસ્તા પરની ફૂટપાથ સહિતના ભાગને પાર્કિંગ તેમજ રાહદારીઓની મોકળાશપણે અવરજવર માટે ખુલ્લો કરાયો હતો.

divyesh

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

17 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

17 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

18 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

18 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

19 hours ago