શેરબજારમાં ઉછાળાના પગલે નવ કંપની IPO લાવવાની તૈયારીમાં

અમદાવાદ: જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો, પરંતુ તાજેતરમાં ૨૯ ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત બાદ શેરબજારમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જેના પગલે સેકન્ડરી માર્કેટ પાછળ કેટલીય પ્રાઇમરી કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારીઓ કરી રહી છે.

નવ કંપનીઓને સેબીએ આઇપીઓ લાવવા મંજૂરી આપી દીધી છે. આ નવ કંપનીમાં ઉજ્જીવન ફાઇનાન્શિયલ, જીવીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, મહાનગર ગેસ, જીએનએ એક્સલ્સ, મિની પ્રિસિસન પ્રોડક્ટ્સ, થાયરોકેયર ટેક્નોલોજી, નિહિલેન્ટ ટેક્નોલોજી, ન્યૂ દિલ્હી સેન્ટર ફોર સાઇટ જેવી કંપનીઓનાે સમાવેશ થાય છે.

પ્રાઇમરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ૨૦ કંપનીઓને પહેલેથી સેબીએ રૂ. ૭,૩૧૫ કરોડ આઇપીઓ દ્વારા નાણાં ઊભાં કરવા મંજૂરી આપી દીધી છે, જ્યારે ૧૧ કંપનીઓએ સેબીમાં ડ્રાફ્ટ પેપર રજૂ કર્યા છે અને હજુ મંજૂરીની રાહ જોઇ રહી છે.નોંધનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં ૨૦ કંપનીઓએ આઇપીઓ દ્વારા એક અંદાજ મુજબ ૧૫ હજાર કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.

You might also like