સમલૈંગિકો પર સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો, સમલૈંગિકતા અપરાધ નહીં:SC

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે પરસ્પરની સહમતિથી સ્થાપિત સમલૈંગિક યૌન સંબંધોને અપરાધની શ્રેણીમાં રાખતી આઈપીસીની કલમ-૩૭૭ની કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા અપરાધ નહીં તેમ જણાવ્યું છે.

સમલૈંગિકોને સન્માનથી જીવવાનો હક છે, સમલૈંગિકોને પણ સ્વમાનથી જીવવાનો હક. CJI દિપક મિશ્રાની ખંડપીઠે સુનાવણી કરી. કલમ 377 પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો છે. કોઇપણ વ્યક્તિ માટે તેની ઓળખ મહત્વની છે તેમ CJI દિપક મિશ્રાએ જણાવ્યું. સમલૈંગિકતા અપરાધ નહી. ગત ૧૭ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ચાર દિવસની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

સુપ્રીમમાં આઈપીસીની કલમ-૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ પર જુલાઈ મહિનામાં જ સુનાવણી પુરી થઈ ગઈ હતી. સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

સહમતિથી સમલૈંગિક યૌનાચારને અપરાધની શ્રેણીમાં મૂકતી કલમ-૩૭૭ની કાયદેસરતા પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે ૧૦ જુલાઈએ સુનાવણી શરૂ કરી હતી. ચાર દિવસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત જ રાખ્યો હતો.

બંધારણીય બેન્ચે તમામ પક્ષકારોને પોતપોતાના દાવાઓના સમર્થનમાં ર૦ જુલાઈ સુધીમાં લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. આ કેસમાં આગામી ર ઓક્ટોબર રહેલા ચુકાદો આવી જાય તેવી શક્યતા છે, કેમ કે એ દિવસે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા નિવૃત્ત થઈ રહ્યા છે.

આઈપીસીની કલમ-૩૭૭માં ‘અપ્રાકૃતિક યૌનસંબંધો’ને અપરાધ ગણવામાં આવે છે. આ કલમ પ્રમાણે જે કોઈ વ્યક્તિ પ્રકૃતિની વ્યવસ્થાથી વિપરિત કોઈ પુરુષ, મહિલા કે પશુ સાથે યૌનાચાર કરે છે તો તેને જન્મટીપ કે દસ વર્ષ સુધીની કેદ અને દંડની સજા થઈ શકે છે.

આ વ્યવસ્થાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં પરસ્પર સહમતિથી બે પુખ્તવયની વ્યક્તિ વચ્ચે સમલૈંગિક યૌનસંબંધોને અપરાધની શ્રેણીમાં મુકતી કલમ-૩૭૭ને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી.

આ મુદ્દાને સૌથી પહેલી વખત ર૦૦૧માં નાજ ફાઉન્ડેશન નામની એનજીઓએ દિલ્હી હાઈકોર્ટમાં ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે સહમતિથી બે વયસ્કો વચ્ચે સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરીને આ અંગેની જોગવાઈઓને ર૦૦૯માં ગેરકાયદે જાહેર કરી દીધી હતી.

જોકે સુપ્રીમ કોર્ટે ર૦૧૩માં હાઈકોર્ટના ઉપરોક્ત આદેશને રદ્દ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદા પર પુનર્વિચાર કરવા અંગેની અરજીઓ પણ ફગાવી દીધી હતી. ત્યારબાદ સુધારાવાળી નવી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ હજુ પણ સુપ્રીમમાં પેન્ડિંગ છે.

You might also like