સંઘર્ષ હજુ ચાલુ છેઃ યામી ગૌતમ

પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’માં સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલી યામી ગૌતમ એક આઉટ સાઇડર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી. તેને સ્ટ્રગલ તો કરવી જ પડી, પરંતુ સ્ટ્રગલનો સમય હજુ પૂરો થયો નથી. તે કહે છે કે હજુ પણ સ્ટ્રગલ ચાલુ જ છે. ફિલ્ડ કોઇ પણ હોય, સ્ટ્રગલ તો કરવી જ પડે છે. તેનો કોઇ અંત નથી. આ મુશ્કેલ ફિલ્ડ છે. હું મુંબઇમાં આવી ત્યારે પણ મારે સંઘર્ષ કરવો પડ્યો હતો. અહીં તમને એક ફિલ્મ મળી ગઇ તેનો અર્થ એ નથી કે તમારો સંઘર્ષનો સમય પૂરો થયો છે. એક પછી તમને બીજી ફિલ્મ જોઇએ છે અને બીજી પછી ત્રીજી. જો તમે થોડાં ફેમસ થઇ ગયાં હો તો તમારે તેને મેન્ટેન કરવું પડે છે. તમારે સતત તમારા કામને સારું બનાવવું પડે છે. ફેમસ થયા પછી વધુ મહેનત કરવી પડે છે. આ ફિલ્મમાં એટલી કોમ્પિટિશન છે કે તમારો સંઘર્ષ હંમેશાં ચાલુ જ રહે છે.

જોકે હવે યામીની ઇનસિક્યોરિટી ઘટી છે. તે કહે છે કે અહીં કામ કરીએ છીએ એટલે લોકો માને છે કે અરે! તમે તો કામ કરી રહ્યાં છો, પરંતુ આપણને એ વસ્તુ મળતી નથી, જે આપણે જોઇએ છે. પહેલાં મને સ્ટ્રેસ હતો. હવે સ્ટ્રેસ લાગતો નથી. કામ ન મળે તો પણ આ બધું ખૂબ રસપ્રદ લાગે છે. હવે ઇનસિક્યોરિટી રહી નથી, કેમ કે ફિલ્મો મળી રહી છે, જોકે હવે આવી બધી બાબતોની આદત પણ પડી ગઇ છે. મારે ઘણું બધું કરવું છે. આ તો માત્ર શરૂઆત છે. હું માત્ર બે ફિલ્મો મળવાથી ખુશ થવાની નથી.

You might also like