સોમવારના ફુગાવા ડેટા ઉપર શેરબજારની નજર

શેરબજાર ગઇ કાલે છેલ્લે પોઝિટિવ બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૬૩ પોઇન્ટના સુધારે ૩૩,૩૧૪ પોઇન્ટની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૨ પોઇન્ટના સુધારે ૧૦,૩૨૧ પોઇન્ટના મથાળે બંધ જોવાઇ છે. નિફ્ટી ૧૦,૩૦૦ પોઇન્ટની ઉપર બંધ આવી છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય, જોકે સાપ્તાહિક ડેટા જોઇએ તો શેરબજારમાં સપ્તાહ દરમિયાન ઘટાડો નોંધાયો હતો. સપ્તાહમાં સેન્સેક્સ ૩૭૧ પોઇન્ટ, જ્યારે નિફ્ટીમાં ૧૩૧ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારની નજર સોમવારે ઓક્ટોબર મહિનાના આવનાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ-ફુગાવાના ડેટા પર રહેશે.

જીએસટી કાઉન્સિલે ગઇ કાલે સામાન્ય લોકોના ઉપયોગમાં લેવાતી ૧૭૮ ચીજવસ્તુઓના ટેક્સ રેટ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાતાં તેની કેટલીક કંપનીઓ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ સોમવારે જોવા મળી શકે છે. ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરની કંપનીઓ સહિત પ્લાયવૂડ અને સેનેટરી વેર કંપનીઓને તેનો સીધો ફાયદો થશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે તથા નેગેટિવ પરિબળોનો અભાવ જોવા મળી રહ્યો છે. આ જોતાં શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી છે. જોકે સાઉદી અરેબિયામાં રાજકીય સંકટના પગલે ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી છે. આ જોતાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા સામે ફુગાવો વધવાનો ભય સતાવી રહ્યો છે.

આમ, શેરબજારમાં આગામી સપ્તાહમાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. નિફ્ટી ૧૦૦થી ૧૫૦ પોઇન્ટની વધ-ઘટે મૂવમેન્ટમાં જોવા મળે.

આગામી સપ્તાહે આ કંપનીનાં પરિણામ આવશે
સોમવારઃ અપોલો હોસ્પિટલ, આરતી ડ્રગ્સ, અદાણી પોર્ટ્સ, બજાજ હિંદુસ્તાન શુગર, ડીસીડબ્લ્યુ, ધાનુકા એગ્રીટેક, ધારની શુગર, ગુડયર, જીએસપીએલ, આઇડિયા, જેકે પેપર, કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન, કોઠારી પ્રોડક્ટ્સ, માર્ગ, એનટીપીસી, પીસી જ્વેલર્સ, પીએફએસ, સદ્ભાવ, સ્પાઇસ જેટ, ટાટા કેમિકલ્સ, ટીવીએસ શ્રીચક્ર, ઝાયડસ વેલનેસ.

મંગળવારઃ આંધ્ર સિમેન્ટ, બેન્ક ઓફ બરોડા, બાટા ઇન્ડિયા, ભૂષણ સ્ટીલ, કેડિલા હેલ્થકેર, કોર્પોરેશન બેન્ક, સિયેટ, કોચીન મિનરલ્સ, કોક્સ એન્ડ કિંગ્સ, ડીબી રિયલ્ટી, આઈશર મોટર્સ, એસ્સાર શિપિંગ, ગેઈલ, ગણેશ હાઉસિંગ, ગોદરેજ ઈન્ડ., ગ્રાસિમ, ગુજરાત એનઆરઆઈ કોક, એચડીઆઈએલ, આઈએફસીઆઈ, જેકે ટાયર, મોઈલ, એમઆરપીએલ, ઓમેક્સ, રિલાયન્સ કેપિટલ, રેલિગેર, સન ફાર્મા, ટાટા ગ્લોબલ, યુનિ પ્લાય, યુનિટેક.

બુધવારઃ દિગ્જામ, નેટ્કો.

ગુરુવારઃ ગતિ, મેટ્રીમોની.

You might also like