શેરબજારમાં સળંગ ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો

અમદાવાદ: શેરબજારમાં સળંગ ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે ૯.૩૦ કલાકે બીએસઇ સેન્સેક્સ ૭૧ પોઇન્ટના ઘટાડે ૨૬,૪૧૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૧ પોઇન્ટના ઘટાડે ૮,૧૧૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટમોબાઇલ અને બેન્કિંગ શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. બેન્ક નિફ્ટી ૭૩ પોઇન્ટના ઘટાડે ૧૮,૨૩૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ચાર સેશનમાં સેન્સેક્સમાં ૨૭૯ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે લોરસ લેબ્સનું ૧૪ ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયું હતું. ફાર્મા સેક્ટરની આ કંપનીએ ૪૨૮ના ભાવે શેર ઇશ્યૂ કર્યો હતો. આજે શરૂઆતે ૪૮૯ની સપાટીએ શેર ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. આજે મોટા ભાગનાં એશિયાઇ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. સ્થાનિક બજારમાં તેની પણ અસર નોંધાઇ હતી. સન ફાર્મા કંપનીના શેરમાં ૧.૦૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે હીરો મોટો કોર્પ અને ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૦.૯૦ ટકાથી એક ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બીજી બાજુ આજે રિલાયન્સ કંપનીના શેરમાં સકારાત્મક ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાનો સુધારો જોવાયો હતો. ગેઇલ અને આઇટીસી કંપનીનાે શેર પણ એક ટકા સુધર્યો હતો.

home

You might also like