વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો, હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવી જતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદની શક્યતાને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. હાલમાં ખેતરમાં વાવણી કરેલા રવિપાકને ભારે નુકસાનની ભીતી જોવા મળી રહી છે.

હવામાન વિભાગે આગાહી રાજ્યમાં કેટલાક ભાગમાં હળવા છાંટા વરસે તેની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં રાજસ્થાનમાં સક્રિય થયેલું સરક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

જેના કારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને ગુજરાત-રાજસ્થાનમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવતા કેટલાક શહેરો અને જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી છે.

આ માવઠાથી ખેતીના પાકને મોટા પાયે નુકસાન થવાની આશંકા છે. આ વાતાવરણ ખેતી માટે નુકસાનકારક છે. હવામાનમાં પલટો આવતા શિયાળુ પાકને નુકસાન થશે જેમાં જીરૂ, રાયડો, આંબો, વરિયાળી, અજમા, ઘઉંને નુકસાન પહોંચવાની ભીતી છે. જ્યારે કેરીના પાકને મોટું નુકસાન થશે.

કેરીના પાકમાં ફુલોમાં હોપર મેંગો નામની જીવાત થઇ શકે છે. આવા વાતાવરણથી કેરીના ફુલ ખરી શકે છે. જ્યારે જીરાના પાકને વ્યાપક નુકસાન થવાનો અંદાજ છે. શાકભાજમાં ઇયલ જીવાતનો ઉપદ્રવ વધશે. આમ માવઠાને લઇને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

You might also like