રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં થશે વધારો, અમદાવાદ સહિત શહેરોમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આમ હવે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી તાપમાનમાં વધારાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના શહેરોમાં ઓરેન્જ એલર્જ જાહેર કરવામાં આવ્યુ છે.

આ સાથે જ બપોરે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યભરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધુ રહેવાની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી 43 ડિગ્રીથી વધુ રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. શહેરમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે.


રાજ્યમાં ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે વધી રહ્યું છે. લોકો ભારે ગરમી અનુભવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે.

અમદાવાદ, રાજકોટ, ઈડર સહીત અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીની પાર જઈ શકે છે.  દેશનાં વિવિધ રાજયોમાં પડી રહેલી કાળઝાળ ગરમીએ અનેક રેકોર્ડ તોડી નાંખ્યો છે. સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોયે તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યા છે.

You might also like