વડોદરા: રાજ્ય સરકારની 9મી ચિંતનશિબિરનું આયોજન, CM રૂપાણીના હસ્તે ઉધ્ધાટન

આજે રાજ્ય સરકાર દ્વારા 9મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાશે. જેમાં સીએમ વિજય રૂપાણી GFSC ચિંતન શિબરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ તથા સચિવો હાજર ઉપરાંત તમામ વિભાગીય ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

ગુડ ગવર્નન્સની થીમ પર આ શિબિરનું આયોજન કરાયું છે. શિબિરના પ્રથમ દિવસે સીએમ વિજય રૂપાણી અને મુખ્ય સચિવ પ્રેઝન્ટેશન રજૂ કરશે. તો આ ત્રણ દિવસની શિબિરમાં વિવિધ 7 વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં શહેરી વિકાસ, આરોગ્ય, રૂરલ ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પલોઈમેન્ટના જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે.

તો કેદ્રીય અધિકારીઓ, રાજ્યના સિનિયર અધિકારીઓ માર્ગદર્શન આપી પાર્ટીને મજબૂત બનાવવા રણનીતિ ઘડશે. ઉલ્લેખનીય છે કે આ શિબિરમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરી શકે છે. 2003માં પ્રથમ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ચૂંટણીઓના પરિણામે આ શિબિર રદ થઈ હતી.

You might also like