ચોમાસાને લઇને રાજ્ય સરકારે કર્યું આગોતરું આયોજન, સલામતીને લઇને સમિતિની રચના

આગામી જૂન મહિનાથી શરૂ થનારા ચોમાસાને લઇને રાજય સરકાર દ્વારા હવામાન સ્થિતિની સમીક્ષા તેમજ સલામતીનું આગોતરું આયોજન માટે વોચ ગ્રુપ સમિતિની રચના કરાઈ છે. સલામતીને લઇને આગોતરું આયોજન કરવામાં આવશે.. જેમાં 1 જૂનથી 31 ઓકટોબર દરમિયાન દર મંગળવારે ગ્રુપ સમિતિની બેઠક મળશે.

રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ,GSDMA,નર્મદા જળ સંપત્તિ, મત્સ્ય ઉધોગ ,ઊર્જા, પાણી પુરવઠો,આરોગ્ય વન તથા કૃષિ બાયસેગ સહિતના વિભાગોના અધિકારીઓ માહિતીની આપ-લે કરશે. જયાં મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ચોમાસામાં આ સમિતિની બેઠક સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમમાં મળશે.

આ સમિતિ ઉભી થનારી તમામ પ્રકારની સ્થિતિની સમીક્ષા અને આયોજનની ચર્ચા વિચારણા તેમ જ સમીક્ષા કરશે.એટલું જ નહી સમુદ્રનું સંભવિત વાવાઝોડું અને ડિપ્રેશનની આગાહી , સેટેલાઈટ ઈમેજ,નકશા, થાક, પરિસ્થિતિ વરસાદની સ્થિતિ, માછીમારો અને અસરગ્રસ્તોને સમયસર ચેતવણી વગેરે બાબતોમાં કાર્યવાહી અને ભલામણો કરશે.

મહત્વનું છે કે, આ સમિતિમાં NDRF , એરફોર્સ, આર્મી,કોસ્ટગાર્ડ જેવી કેદ્રીય એજન્સીઓ પણ આ સમિતિમાં છે .જરૂરિયાત મુજબ અન્ય સંબંધિત ખાતાના અધિકારીઓને પણ બોલાવાશે.

આ વોચ કમિટીની બેઠકની વિગતો મુખ્ય સચિવને અપાશે. ભારે વરસાદ કે પુર જેવી કુદરતી આપત્તિમાં જાનમાલનું નુકસાન અટકાવી શકાય તેવા હેતુથી રચાયેલી આ સમિતિ પોતાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરશે.

You might also like