સૌરાષ્ટ્રમાંથી રાજ્ય સરકાર એક લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદશે

સૌરાષ્ટ્રમાંથી સરકાર ફરી એક વખત ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. સરકાર મગફળીની 1 લાખ મેટ્રિક ટન ખરીદી કરશે. મગફળી ખરીદી કરવા માટે સરકાર દ્વારા 42 મંડળીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગોંડલમાં મગફળીમાં લાગેલી આગની બેદરકારી અધિકારીઓન ફરીથી મગફળી ખરીદી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સરકાર દ્વારા ખરીદી કૌભાંડ રોકવા માટે નિયમો કડક બનાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે વારંવાર મગફળીને લઇને ટેકાના ભાવે ખરીદી મામલે ચક-મક જોવા મળી હતી.

ત્યારે રાજ્ય સરકારે મગફળીના વિપુલ ઉત્પાદન પછી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદવાનો ખેડૂતલક્ષી હિતકારી નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગોંડલમાં અંદાજે 24 કરોડની મગફળી બળીને ખાખ થઇ ગઇ હતી.

You might also like