પાંચ વર્ષ બાદ પાકિસ્તાની મંત્રીના પુત્રનો છુટકારો

બલુચિસ્તાન: પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યના મંત્રીના પુત્રને અપહરણહર્તાઓએ કિડનેપ કર્યો હતો. મંત્રીના પુત્રને પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર કિડનેપરો મુકીને જતા રહ્યા હતા. કેટલાક લોકોએ આ વર્ષના મે મહિનામાં મંત્રીના પુત્રનું અપહરણ કર્યુ હતું. અરદ તરીનને અબ્દુલ્લા જિલ્લાના ડોલાંહગી વિસ્તારમાંથી ગુરૂવારે મળી આવ્યો હતો. અરદ મે મહિનાની 20 તારીખે પિશીન જિલ્લાની કોલેજ માંથી પોતાની ઘરે પરત ફરતી વખતે અપહરણકારોએ અરદ તરીનનું અપહરણ કર્યુ હતું.

અરદ બલુચિસ્તાનના સ્થાનિક વહીવટીમંત્રીનો પુત્ર છે. પિશિનના કમિશ્નર અબ્દુલ વહીદ કાકરે કહ્યું કે અસદને ચુસ્ત સુરક્ષા વચ્ચે ક્વેટા મોલવામાં આવ્યો છે. હાલ આ વાત સ્પષ્ટ નથી કે સુરક્ષાદળોના અભિયાનમાં મળી આવ્યો છે કે ખંડણીખોરોએ એક પ્રકારની ખંડણી માંગી છે. ઉલ્લેખનીય એ પણ છે કે પંજાબ રાજ્યના ગવર્નર સલમાન તાસીરના પુત્ર શહબાઝ તાસીરને માર્ચ મહિનામાં બલુચિસ્તાન રાજ્યમાંથી મળી આવ્યો હતો.

આતંકવાદીઓએ તેને પાંચ વર્ષ સુધી અફગાનિસ્તાનમાં નજરકેદ રાખ્યો હતો. ખંડણીખોર આતંકીવાદીઓએ આ પહેલાં કેટલાક મંત્રીઓના પુત્રનું અપહરણ કર્યું હતું. ખંડણીખોરોએ પૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીની પુત્ર અલી હૈદરને પણ 3 વર્ષ સુધી નજરકેદ રાખ્યો અને ત્યારબાદ મે મહિનામાં આતંકીઓનાં કેદમાંથી મળી આવ્યો હતો.

સિંઘ હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પુત્રનું પણ અપહરણ કર્યુ હતું. તેમના પુત્ર જુલાઇ માસમાં ખંડણીખોરની કેદમાંથી મળી આવ્યો હતો. પાકિસ્તાનની આર્થિક રીતે સદ્ધર રાજધાની કરાંચીમાં પાછળના કેટલાક વર્ષોથી અપહરણ, લક્ષિત હત્યા, સાંપ્રદાયિક હિંસાઓ, આતંકવાદ જેવી મોટી ઘટનાઓ માટે ગેંગસ્ટર અને આતંકીઓ માટે કેન્દ્ર બન્યું છે.

You might also like