પાક પોસ્ટને ધ્વસ્ત કર્યા બાદ LoC પર તણાવ, ભારતીય સેના હાઇ એલર્ટ પર

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા સીઝફાયર ઉલ્લઘનનો જડબાતોડ જવાબ આપ્યા બાદ LoC પર પરિસ્થિતી તણાવપૂર્ણ છે. ભારતીય સેના દ્વારા થોડી જ ક્ષણોમાં પાક સેનાની પોસ્ટોને સંપૂર્ણ ઘ્વસ્ત કર્યાનો વીડિયો મંગળવારે જાહેર થયા બાદ નિયંત્રણ  રેખા પર પરિસ્થિતી તણાવપૂર્ણ છે. પાક સેના હવે બદલો લેવાના મૂળમાં છે. ત્યારે ભારતીય સેનાને હાઇ એલર્ટ કરી દેવામાં આવે છે. LoCની નજીક આવેલ જેટલી પણ સરકારી શાળાઓ છે. તેમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

નૌશેરા સેક્ટરમાં કેટલાક ગામોમાં પહેલાથી જ પરિવારને ત્યાંથી હટાવીને રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. સાથે જ LoCની નજીક જેટલા પણ ગામડા આવેલા છે ત્યાં પણ હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ગામના લોકોને સલામતીના પગલે ખસેડવામાં આવી રહ્યાં છે. આ અંગે સેના તરફથી મળતી માહિતી મુજબ ભારતીય સેના દ્વારા પાક સેના પોસ્ટોને ઘ્વસ્ત કર્યા બાદ હવે એલઓસી પર સેના દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારી પ્રમાણે નિયંત્રણ રેખા પર યુદ્ધ જેવી પરિસ્થિતી છે. પાક. સેના બદલાની કાર્યવાહી કરી શકે છે. જેને પગલે સેના જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. એલઓસી પર આધુનિક હથિયાર અને તોપ તહેનાત કરી દેવામાં આવી છે. પાક સેના તરફથી કોઇ પણ હરકત કરવામાં આવશે તો ભારતીય સેના દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like