Categories: Business Trending

Stock Market: સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત આગેકૂચ જારી રહી

અમદાવાદ: શેરબજારમાં આજે પણ આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦૬ પોઇન્ટના સુધારે ૩૭,૪૪૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૪ પોઇન્ટના સુધારે ૧૧,૩૦૩ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ફરી એક વખત ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. જોકે ઉપલા મથાળેથી બજારમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ચાર અને સાત પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

બેન્ક નિફ્ટીમાં પણ આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૧૧૫ પોઇન્ટના સુધારે ૨૭,૭૪૯ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. ઓઇલ એન્ડ ગેસ, મેટલ સેક્ટરમાં આજે સુધારાની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક એસબીઆઇનાે શેર ચાર ટકાનો ઉછાળો નોંધાઇ ૨૯૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

આઇસીઆઇસીઆઇ બેન્કમાં પણ મજબૂત સુધારાની ચાલ જોવા મળી હતી. આ શેરમાં ૩.૨૦ ટકાનો સુધારો જોવાયો હતો. દરમિયાન ક્રૂડના ભાવમાં જોવા મળેલા ઘટાડાના પગલે એચપીસીએલમાં ૧.૭૩ ટકાનો સુધારો નોંધાયો હતો. રિલાયન્સ અને એનટીપીસીમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે રિલાયન્સનાે શેર ૧.૪૫ ટકાના સુધારે ૧,૧૪૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. કોટક મહિન્દ્રા, સિપ્લા, આઈશર મોટર, ભારતી એરટેલ, એચડીએફસી બેન્કના શેરમાં ૦.૮૭થી ૧.૧૯ ટકાનો શરૂઆતે ઘટાડો નોંધાતો જોવાયો હતો.

બેન્ક શેરમાં ઉછાળો
એસબીઆઈ ૩.૪૫ ટકા
બેન્ક ઓફ બરોડા ૫.૭૨ ટકા
પીએનબી ૨.૯૯ ટકા
ICICI બેન્ક ૧.૧૩ ટકા
ફેડરલ બેન્ક ૧.૦૫ ટકા
યસ બેન્ક ૦.૧૨ ટકા

આવતી કાલે પરિણામ પૂર્વે આ કંપનીના શેરના ભાવમાં વધ-ઘટ
બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ ૦.૪૩ ટકા
બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૯૧ ટકા
ડાબર ૧.૦૫ ટકા
ટાટા મોટર્સ ૧.૧૮ ટકા
વી ગાર્ડ ઈન્ડ. ૨.૧૦ ટકા

મેટલ સ્ટોક્સમાં તોફાની ઊછાળો
વેદાન્તા ૨.૪૬ ટકા
ટાટા સ્ટીલ ૧.૧૭ ટકા
સેઈલ ૦.૮૦ ટકા
કોલ ઇન્ડિયા ૧.૨૨ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૦૨ ટકા
એનએમડીસી ૧.૮૩ ટકા

શેરબજારમાં સતત સુધારાનાં કારણો
પાછલા સપ્તાહે બજારમાં સતત આગેકૂચ જારી રહેલી જોવા મળ્યા બાદ સપ્તાહની શરૂઆતે આજે પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજે સૌપ્રથમ વાર નિફ્ટીએ ૧૧,૩૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી. વૈશ્વિક અને સ્થાનિક સકારાત્મક પરિબળોની અસરથી બજારમાં આગેકૂચ જોવા મળી હતી.

  • વિદેશી સંસ્થાગત રોકાણકારોની ફરી એક વખત જોરદાર ખરીદી
  • પ્રથમ ક્વાર્ટરના કોર્પોરેટ કંપનીઓનાં અપેક્ષા કરતાં સારાં પરિણામો
  • ચીન અને અમેરિકા વચ્ચે ઊભી થયેલી તંગદિલી બાદ હાલ જોવા મળી રહેલી રાહત
  • જીએસટીમાં સરકારે વેપારીઓને આપેલી મોટી રાહતની બજાર પર સકારાત્મક અસર
  • ગુજરાત સહિત દેશભરનાં મોટા ભાગનાં રાજ્યમાં અપેક્ષા કરતાં સારો વરસાદ
  • વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની જીતનો આશાવાદ
divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

3 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

3 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

3 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

3 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

3 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

3 hours ago