પુલવામા હુમલાનો બદલોઃ સુરક્ષાદળોએ માસ્ટર માઈન્ડ ગાઝી રશીદ અને કામરાનને ફૂંકી માર્યા

(એજન્સી) પુલવામા: તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ ગાઝીને ઠાર માર્યો હતો. ગઇ કાલે મોડી રાતે શરૂ થયેલ અથડામણમાં સુરક્ષાદળોએ કામરાન નામના એક અન્ય આતંકીને પણ ઠાર માર્યો હતો.

પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ ગાઝી સાથે કામરાન પણ તેની સા‌િજશમાં સામેલ હતો. આ અથડામણમાં એક મેજર સહિત સુરક્ષાદળના ચાર જવાન પણ શહીદ થયા હતા, જોકે અબ્દુલ રશીદ ગાઝી ઠાર મરાયાના અહેવાલને હજુ સુધી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. ૧૧ કલાક કરતાં વધુ સમય ચાલેલ અથડામણમાં પુલવામા હુમલાના બંને માસ્ટર માઇન્ડને ઠાર મારીને સુરક્ષાદળોએ આજે બદલો લઇ લીધો હતો.

સુરક્ષાદળોએ ગ્રેનેડથી જ્યાં રશીદ અને કામરાન છુપાયા હતા તે ઇમારતોને ઉડાવી દીધી હતી. અબ્દુલ રશીદ ગાઝી અને કામરાન પુલવામા હુમલા બાદ નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે એક આતંકી મોહંમદ આબીલ ડાર આત્મઘાતી હુમલામાં માર્યો ગયો હતો. જૈશના વડા મૌલાના મસૂદ અઝહરના સૌથી વિશ્વસનીય સાગરીતોમાં ગાઝીનો સમાવેશ થતો હતો. તેને યુદ્ધ ટેકનિક અને આઇઇડી બનાવવાની તાલીમ તા‌િલબાન પાસેથી મળી હતી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ છૂટ મળ્યા બાદ સુરક્ષાદળોએ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે વહેલી સવારથી પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકીઓ સામે મોટું ઓપરેશન શરૂ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના પુલવામાથી લગભગ ર૧ કિલોમીટર દૂર પિંગિલનના સેક્ટરમાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ઘેરી લીધા છે અને તેમની સાથે ભીષણ અથડામણ ચાલી રહી છે.

આ અથડામણમાં ભારતીય સેનાના મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. પિંગિલનના સેક્ટરમાં જૈશના ત્રણથી વધુ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેના અને સુરક્ષાદળોએ રવિવારે મોડી રાતથી જ આતંકીઓને ઘેરી લીધા હતા અને ઓપરેશનનો પ્રારંભ કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક નાગરિકનું પણ મોત થયું હોવાના અહેવાલો મળ્યા છે.

સુરક્ષાદળોનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ કલાકથી આતંકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું નથી પણ આ વિસ્તારમાં હજુ વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આથી સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરનારા આતંકીઓના સાથીદારો અને આ હુમલાના માસ્ટર માઈન્ડ પુલવામા નજીક પિં‌િગલનના સેક્ટરમાં છુપાયા છે. બાતમી મળ્યા બાદ સેના અને સુરક્ષાદળોએ એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરીને સમગ્ર સેક્ટરને ઘેરી લીધું હતું. સૂત્રોનો દાવો છે કે સેનાએ ઘેરેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ આત્મઘાતી હુમલાના માસ્ટર માઈન્ડ આદિલ અહમદ ડારના સાથીદારો જ છે.

ઘાયલ થયેલા જવાનોને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર પુલવામા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ બપોરે પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ એક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો, જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago