પક્ષીઓ જેવા રોબોટની શોધઃ ઊડતી વખતે તેનો આકાર બદલી નાખશે

લંડન: વિજ્ઞાનીઓએ પક્ષીઓમાંથી પ્રેરણા લઈને વિશ્વમાં પહેલા ઊડતા રોબોટની શોધ કરી છે. આ રોબોટ ઊડતી વખતે તેનો આકાર બદલી નાખશે. ઊડતી વખતે વચ્ચે આવતી સાંકડી જગ્યાઓમાં આ રોબોટ તેની પાંખ નાની કરી શકે તેવી ટેકનિક રોબોટમાં કરવામાં આવી છે.

સોફટ રોબોટિકસ નામના જનરલમાં આ ટેકનોલોજી અંગે વિસ્તારથી માહિતી આપવામા આ‍વી છે. આ ટેકનિક દ્વારા ભવિષ્યમાં એવા રોબોટ તૈયાર કરવામાં આવશે. જે ગમે તેવા અધરા સ્થળે પણ આરામથી જઈ શકશે.અને તેના આધારે કેટલાક અઘરા અભિયાનમાં પણ તેની મદદ લઈ શકાશે.

You might also like