ઝોમેટો-સ્વિગી અને અન્ય ફ્રૂડ ડિલિવરી એપ દ્વારા 10,500 રેસ્ટોરાં સાથે છેડો ફાડી નાખવામાં આવ્યો

નવી દિલ્હી: ઝોમેટો, સ્વિગી, ઉબરઇટ્સ અને ફ્રુડ પાંડા જેવા અગ્રણી ઇ-કોર્મસ ફ્રુડ ડિલીવરી પ્લેટફોર્મ દ્વારા પોતાની યાદીમાંથી ૧૦,પ૦૦ જેટલી અસુરક્ષીત રેસ્ટોરન્ટને હટાવી દઇને તેની સાથેનો સંબંધ તોડી નાખવામાં આવ્યો છે.

આ રેસ્ટોરન્ટને ખાદ્ય સુરક્ષા નિયામક સંસ્થા ફ્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્થોરીટી ઓફ ઇન્ડિયાની (FSSAI)ની મંજુરી મળી નથી.  આ ઇ-કોમર્સ ફ્રુડ ડિલીવરી કંપનીઓએ FSSAIની તરફથી જુલાઇ મહિનામાં કડક આદેશો જારી કરવામાં આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. FSSAIએ આ કંપનીઓને જણાવ્યું હતું કે તેઓ લાઇસન્સ વગરના અને નોન રજીસ્ટર્ડ રેસ્ટોરન્ટને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાની યાદીમાંથી કમી કરે.

આ આદેશની તાજેતરની સમીક્ષામાં FSSAIના ધ્યાન પર આવ્યું છે કે ઝોમેટોએ રપ૦૦, સ્વિગીએ ૪૦૦૦, ફ્રુડ પાંડાએ ૧૮૦૦ અને ઉબરઇટ્સએ ર૦૦૦ રેસ્ટોરન્ટ સાથે છેડો ફાડી નાંખ્યો છે. આ ઉપરાંત બીજા પ્લેટફોર્મ પરથી ર૦૦ જેટલી રેસ્ટોરન્ટને પોતપોતાની લિસ્ટમાં હટાવી દેવામાં આવી છે.

You might also like