ભારતમાં સૌથી વધારે વેચાણ થાય છે આ સ્કૂટરનું.. જાણો શું છે કારણ..

2001માં પહેલી વાર હોન્ડા એક્ટિવા સ્કૂટરને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં આ દેશનું સૌથી વધુ પોપ્યુલર સ્કૂટર બની ગયું છે. આ સ્કૂટરની લોકપ્રિયતા એટલી છે કે અંદાજે 1.5 લાખ યુનિટનું દર મહિને વેચાણ થાય છે. ગત મહિને ઓટો એક્સપો-2018માં નવું એક્ટિવા 5G રજૂ કરવામાં આવ્યું.

આ સેકેન્ડ જનરેશન એક્ટિવા મોડલનુ ફેસલિફ્ટ છે. ગત મહિને હોન્ડા એક્ટિવાના કુલ 2,47,377 યુનિટસનું વેચાણ થયું છે. દેશમાં દર 10 સેકેન્ડે એક એક્ટિવા સ્કૂટરનું વેચાણ થાય છે.

હોન્ડા એક્ટિવા ટુ વ્હીલર ખરીદનાર વર્ગને ટાર્ગેટ કરે છે. આમ પણ દેશમાં સૌથી વધારે લોકપ્રિયતામાં હોન્ડા એક્ટિવા અગ્રેસર છે.

એક્ટિવામાં મેટલ બોડી પેનલ્સ છે જેનું વધારે વજન હોતું નથી. સ્કૂટરને ડ્રાઇવ કરવું સૌથી સરળ છે. તેમાં સ્ટોરેજ સ્પેસ પણ અન્ય કરતાં વધારે હોય છે.

હોન્ડા એક્ટિવા પોતાના સેગમેન્ટમાં સૌથી સસ્તુ ઓટોમેટિક સ્કૂટર નથી પરંતુ તેમ છતાં લોકોની પસંદ છે. જેનું મુખ્ય કારણ વેલ્યુ ફોર મની છે. તેની પ્રારંભિક કિંમત અંદાજે 52,000 રૂપિયાની આસપાસ છે.

એક્ટિવાને શહેરના ટ્રાફિકમાં ચલાવવું ઘણુ સરળ છે. તેનું પરફોર્મન્સ પણ સારુ છે. સસ્પેન્શન સિસ્ટમ પણ શાનદાર છે . માઇલેજ પણ એક મોટુ ફેકટર છે જેના પર એક્ટિવાનું રિસ્પોન્સ ઘણુ સારુ છે. આ સ્કૂટર 50 કિમીપ્રતિ લિટર સુધી એવરેજ આપે છે. હોન્ડા બ્રાન્ડને લઇને પણ વિશ્વિસનિય છે. એક્ટિવા સ્કૂટરની રિસેલ વેલ્યુ અન્ય સ્કૂટરની સરખામણીએ વધારે મળે છે. આ પણ એક મુખ્ય કારણ છે.

You might also like