સપ્તાહ દરમિયાન રૂપિયો ૨૦ પૈસા નબળો પડ્યો

અમદાવાદ: ગઇ કાલે દિવસના અંતે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૪.૬૧ની સપાટીએ બંધ જોવાયો હતો. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયામાં વીસ પૈસાની નરમાઇ જોવા મળી હતી. પાછલા સપ્તાહે રૂપિયો ૬૪.૪૧ની સપાટીએ બંધ થયો હતો.

આગામી દિવસોમાં વૈશ્વિક ફેક્ટર મહત્ત્વનાં સાબિત થઇ શકે છે. ડોલર સામે રૂપિયો મહત્તમ ૬૪ના લેવલ સુધી સ્ટ્રોંગ થઇ શકે છે. અહીંથી રૂપિયાનું ધોવાણ થાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે. ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇલેક્શન, અમેરિકા અને ઉત્તર કોરિયાની ગતિવિધિ ઉપર બજારની નજર રહેશે.

http://sambhaavnews.com/

You might also like