અનિશ્ચિતતાના પગલે ડોલર સામે રૂપિયો ૫૭ પૈસા નીચે પટકાયો

અમદાવાદ: આરબીઆઈના ગર્વનરે રઘુરામ રાજને બીજી ટર્મ માટે અનિચ્છા વ્યક્ત કરી છે. જેના કારણે ડોલર સામે રૂપિયો આજે શરૂઆતે ૫૭ પૈસા નીચે સરકી ગયો છે. આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૬૭.૬૫ની સપાટીએ ખૂલ્યો હતો. નોંધનીય છે કે પાછલા સપ્તાહે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૭.૦૮ની સપાટીએ બંધ જોવાયો હતો.
દરમિયાન ક્રેડિટ સુઈસ દ્વારા ડોલર સામે રૂપિયો આગામી બાર મહિનામાં ૭૧ની સપાટીએ પહોંચવાનું અનુમાન વ્યક્ત કરાયું છે
ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈના ગર્વનર પદેથી રઘુરામ રાજનના જવાથી નાણાકીય નીતિ સહિત ફોરેક્સ બજારમાં અનિશ્ચિતતા વધશે તેવા સેન્ટિમેન્ટ પાછળ ડોલર સામે રૂપિયો તૂ્ટ્યો હતો.
રાજનના સમયગાળામાં દેશમાં વિદેશી રોકાણ વધ્યું હતું અને તેને કારણે રૂપિયામાં સ્થિરતા નોંધાઈ હતી. નિષ્ણાતોના મત મુજબ રાજનના ગર્વનર પદેથી જવાના કારણે રૂપિયામાં સટ્ટાકીય પોઝિશનમાં વધારો થશે.

You might also like