સ્વિટ્ઝર્લેન્ડના રોન ગ્લેશિયર સફેદ ચાદરથી ઢંકાયા, જેથી બરફ ન પીગળે

જીનિવા: ગ્લોબલ વોર્મિંગના કારણે સ્વિટ્ઝર્લેન્ડના રોન ગ્લેશિયર પીગળવાનો ખતરો વધી ગયો છે. આવા સંજોગોમાં તેને સફેદ ચાદરથી ઢાંકી દેવાયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ અને ગરમીના કારણે બરફ સતત પીગળી રહ્યો છે. તેને બચાવવા માટે આ રીત અપનાવવામાં આવી છે.

બરફ પીગળવાથી સહેલાણીઓમાં સ્વિટ્ઝર્લેન્ડનું આકર્ષણ ઘટવાની શક્યતાઓ છે. આવા સંજોગોમાં આસપાસ રહેતા લોકોને પણ ગ્લેશિયર ઢાંકવાની અપીલ કરવામાં આવી રહી છે.

નિષ્ણાતોની વાત માનીએ તો સફેદ કંબલ ઉષ્માને અંદર આવવા દેતા નથી. સાથે-સાથે બરફ અને કંબલની વચ્ચે રહેલી હવા પણ ઉષ્માની કુચાલક હોય છે. તેથી બરફ પીગળવાથી બચી જાય છે.

ગ્લેશિયોલોજિસ્ટ ડેવિડ વોલ્કને જણાવ્યું કે આ રીતે બરફને પ૦ થી ૭૦ ટકા સુધી પીગળવાથી બચાવી શકાય છે. ડેવિડના જણાવ્યા મુજબ સ્વિટ્ઝર્લેન્ડમાં રહેલા આ ગ્લેશિયર લગભગ ૧પ૦ વર્ષથી પીગળી રહ્યા છે. તેની ઊંચાઇ ૧ર૦૦ ફૂટ સુધીની છે.

સ્વિસ ગ્લેશિયર મોનિટરિંગ નેટવર્કના હેડ મેથીહાસ હસે જણાવ્યું કે દર ૧૦ વર્ષમાં ગ્લેશિયરનું કદ સરેરાશ ૩૩ ફૂટ સુધી ઘટી જાય છે. આ કારણે ગ્લેશિયરની પાસે ઝીલ પણ બની ગઇ છે. ડેવિડનું કહેવું છે કે જો ગ્લોબલ વોર્મિંગની આ જ સ્થિતિ રહી તો વર્ષ ર૧૦૦ સુધી મોટા ભાગના ગ્લેશિયર પીગળી જશે. પહાડી વિસ્તારોમાં માત્ર ૧૦ ટકા બરફ જ બચશે.

ડેવિડે જણાવ્યું કે સમુદ્રતટથી ૭પ૦૦ ફૂટ ઉપર સુધી આ ગ્લેશિયરને સંપૂર્ણ રીતે ઢાંકવામાં ઘણા કલાક લાગે છે અને હજારો ડોલરનો ખર્ચ આવે છે. આ ટૂરિસ્ટ પોઇન્ટને બચાવવા માટે આ ખર્ચ મોટા ભાગે સ્થાનિક લોકો ઉઠાવે છે.

You might also like