કસરત કરવાની ક્ષમતા ઓછી હોય તે બાબત જોખમી

વધુ પ્રમાણમાં કસરત ન કરવી અને વધુ કસરત ન થઈ શકવી એ બેમાં મોટા તફાવત છે. સ્વિડનની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે જે લોકોની કસરત કરવાની ક્ષમતા ઓછી હોય અને તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ નબળું હોય છે.

થોડી કસરત કરતા થાકી જવું, હાંફી જવુ, પરસેવો થવું અને છાતીમાં દુખાવો થવું વગેરે લક્ષણો નબળુ શારીરિક સ્વાસ્થ્ય ધરાવે છે. સંશોધકોએ ૪૫ વર્ષ સુધીના ૮૦૦ લોકોની કસરત કરવાની ક્ષમતા મોનિટર કરી.

તેમાં નોંધ્યું કે જે લોકો વધુ તિવ્ર ગતિની કસરત કરી શકતા અને ઓક્સિજન વધુ માત્રામાં ફેફસામાં ભરી શકતા હતા. તેઓ અન્ય કરતાં સરેરાશ ત્રણ વર્ષ વધુ જીવી શકે છે.

You might also like