આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આજનાં રોજ ૧૦મેંનાં રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ.૧૨ની તાજેતરમાં લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ તેની સાથે જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૯ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને ત્યાર બાદ સ્કૂલોને ધોરણ.૧૨ અને ગુજકેટની માર્કશીટ મોકલી આપવામાં આવશે.

છેલ્લાં કેટલાંય દિવસોથી સોશિયલ મીડિયા ઉપર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની ખોટી ખોટી તારીખો વહેતી થઈ હતી. જો કે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ.૧૨ની સાયન્સની પરીક્ષામાં ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ હતાં. આ ઉપરાંત ગુજકેટની પરીક્ષામાં રાજ્યમાંથી ૧.૩૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલાં જ ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓને ૪ ગુણ અને અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓને ૨ ગુણ આપી દેવાયાં છે. મહત્વનું છે કે આ પરીક્ષાનાં પરિણામમાં ધોરણ 12 સાયન્સમાં 120 વિદ્યાર્થીઓ કોપી કરતાં ઝડપાયાં હતાં. જેમાં કોપી કેસ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવશે.

You might also like