ઝીકા વાઇરસના ટેસ્ટનું પરિણામ આવતાં જ બે-ત્રણ મહિના લાગે છે

અમદાવાદ: અમદાવાદીઓમાં કોંગો ફીવર, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ બાદ હવે ઝીકા વાઇરસે સનસનાટી મચાવી દીધી છે. ઝીકા વાઇરસ ચેપી હોઇ ગરીબ દેશોમાંથી અમદાવાદમાં મે‌િડકલ સારવાર લેવા આવતા દર્દીઓથી ફેલાતો હોવાની આશંકાથી રાજ્ય સરકારે એરપોર્ટ પર ખાસ તાવમાપક સ્ક્રી‌િનંગ મશીનની પણ વ્યવસ્થા કરી છે, જોકે ઝીકા વાઇરસના સેમ્પલ પુણેની નેશનલ ઇ‌િન્સ્ટટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવાં પડે છે, જ્યાંથી બેથી ત્રણ મહિના
બાદ તેનું પરિણામ કોર્પોરેશનને મળે છે.

દર્દીમાં શંકાસ્પદ લક્ષણ દેખાય તો તેને બી.જે. મેડિકલ કોલેજમાં વધુ તપાસ માટે મોકલાય છે. બી.જે. મેડિકલ કોલેજમાં ઝીકા વાઇરસની સંભાવના નજરે પડે તો સેમ્પલને પુર્ણની નેશનલ ઇ‌િન્સ્ટટ્યૂટ ઓફ વાયરોલોજીમાં વધુ તપાસ અર્થે મોકલવામાં આવે છે, પરંતુ આ લેબમાં દેશભરમાંથી સેમ્પલ આવતા હોઇ તેનું પરિણામ બે-ત્રણ મહિનામાં જ મળે છે. બાપુનગરની સગર્ભા મહિલાના લોહીનું સેમ્પલ ગત ૧૪ નવેમ્બર, ર૦૧૬એ લેવાયું હતું, જેથી ગત તા.૪ જાન્યુઆરી, ર૦૧૭એ પુણેની આ લેબમાં ઝીકા વાઇરસ પો‌િઝ‌િટવ હોવાનું જાહેર કરાયું હતું. આ સંજોગોમાં તંત્ર પણ સમયસર નિદાન માટે લાચારી દર્શાવે છે.

જોકે બાપુનગરમાં બે અને સ્ટેડિયમના ગોપાલનગરમાં એક એમ ઝીકા વાઇરસના ત્રણ કેસ તે સમયગાળામાં નોંધાયા બાદ પાંચ મહિના સુધી આની માહિતી છુપાવનાર સત્તાવાળાઓ આગામી તા.૧ જૂનથી શહેરમાં શરૂ થનારા જંતુનાશક દવાના છંટકાવ પહેલા રાઉન્ડમાં બાપુનગર અને ગોપાલનગર પર વિશેષ ભાર આપવાના છે. જાણકાર સૂત્રો કહે છે કે ઝીકા વાઇરસ ભલે ચેેપી રોગ છે અને એડીસ મચ્છરથી ફેલાતો હોય છે, પરંતુ કોર્પોરેશન માટે તો આ જે તે મયગાળાની એટલે કે ગઇ ગુજરી વાત હોઇ નાગરિકોને સચેત રહેવાની તાકીદ કરીને ખાસ રણનીતિ કરવાના મામલે ઠંડું પાણી રેડી દેવાયું છે.

http://sambhaavnews.com/

You might also like