Categories: Business

ગુજરાતની ચૂંટણીના પરિણામ ઉપર છે શેરબજારની નજર

અમદાવાદ: આજે નવેમ્બર એક્સપાયરી છે તે પૂર્વે ગઇ કાલે બજારમાં સાવચેતીભરી ચાલ નોંધાતી જોવા મળી હતી. નિફ્ટી છેલ્લે નવ પોઇન્ટના ઘટાડે ૧૦,૩૬૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે, જોકે આગામી પાંચ અને છઠ્ઠી ડિસેમ્બરે આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળી રહી છે. એ જ પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પણ ડિસેમ્બરમાં છે, જ્યારે ગુજરાતની ચૂંટણીના પરિણામ ઉપર પણ બજારની નજર મંડાયેલી છે ત્યારે પાછલાં વર્ષોનો ડેટા જોઇએ તો બજાર સળંગ ત્રણ વર્ષ ડિસેમ્બરમાં ઘટાડે બંધ થયું છે.

નોંધનીય છે કે સામાન્ય રીતે વિદેશી સંસ્થાગત રોકાણકારો ડિસેમ્બરમાં ચોખ્ખી ખરીદી કરતાં ચોખ્ખું વેચાણ વધારી દેતા હોય છે.પાછલા વર્ષ ડિસેમ્બર-૨૦૧૬માં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. ૮૪૯૪ કરોડની વેચવાલી કરાઇ હતી, જ્યારે ડિસેમ્બર-૨૦૧૬માં સેન્સેક્સમાં ૨૬ પોઇન્ટ, ડિસેમ્બર-૨૦૧૫માં સેન્સેક્સમાં ૨૮ પોઇન્ટ, જ્યારે ડિસેમ્બર ૨૦૧૪માં સેન્સેક્સમાં ૧૧૯૪ પોઇન્ટનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ડિસેમ્બર-૨૦૧૪માં પણ એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી કરતાં ચોખ્ખું વેચાણ વધ્યું હતું અને રૂ. ૮૬૪ કરોડનું ચોખ્ખું વેચાણ થયું હતું.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં ડિસેમ્બરમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી છે, જોકે ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય તથા ગુજરાતની ચૂંટણીનાં પરિણામ બજાર માટે મહત્ત્વનાં સાબિત થઇ શકે છે.

divyesh

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

22 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

22 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

22 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

22 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

22 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

22 hours ago