સંબંધોમાં વફાદારી જરૂરીઃ લારા દત્તા

બોલિવૂડમાં સેક્સી અદાઓ માટે લોકો નેહા ધૂપિયા અને મલ્લિકા શેરાવતને જેટલું જાણે છે તેટલું લારા દત્તાને જાણતા નથી. ભલે તે સૌંદર્ય સ્પર્ધાઓમાં વિશ્વસ્તરની કોમ્પિટિશન જીતી અને લારાએ ફિલ્મોમાં પણ ખૂબ જ એક્સપોઝ કર્યું. ૧૬ એપ્રિલ, ૧૯૭૮માં જન્મેલી લારાએ ૧૬ ફેબ્રુઅારી, ૨૦૧૧ના રોજ પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કરી લીધાં. થોડા સમય માટે તે બોલિવૂડથી દૂર ચાલી ગઈ, પરંતુ હવે ફરી એક વાર તે સક્રિય બની છે. ગયા વર્ષે તેની ફિલ્મ ‘સિંહ ઈઝ બ્લિંગ’ રિલીઝ થઈ હતી. તાજેતરમાં તેની ‘ફિતૂર’ રિલીઝ થઈ. હવે તે ‘અઝહર’ ફિલ્મમાં કામ કરી રહી છે.

લગ્ન બાદ એકાએક અભિનેત્રીના રૂપમાં સેકન્ડ ઈનિંગ શરૂ કરવાના બદલે લારાએ પ્રોડ્યૂસર તરીકે હાથ અજમાવવાનું નક્કી કર્યું. તે કહે છે કે મેં અચાનક કોઈ નિર્ણય લીધો ન હતો, પરંતુ અા માટે મેં બહુ પહેલાં નક્કી કરી લીધું કે હું મારા જીવનમાં ક્યારેક તો ફિલ્મનું નિર્માણ કરીશ જ. મને સારી તકની રાહ હતી. લિવ-ઈન રિલેશનશિપ અંગે વાત કરતાં લારા કહે છે કે મારા મત મુજબ સંબંધોમાં સૌથી મહત્ત્વની બાબત વફાદારી છે. લગ્ન કર્યા બાદ બેવફાઈ સહન થઈ શકતી નથી અને લગ્ન વગર પણ એકસાથે વફાદારીથી રહેવું સારું ગણી શકાય. •

You might also like