પત્ની સાથે ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ ‘મેરિટલ રેપ’ ના ગણાય

અમદાવાદ: પતિ દ્વારા પત્નીને ઓરલ સેકસ માટે બળજબરીથી ફરજ પાડવા મામલે થયેલી અરજીમાં આજે હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે પત્નીની સંમતિ સિવાય પતિએ પત્ની સાથે કરેલા શારીરિક સંબંધ મેરિટલ રેપ ન ગણાય. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું પત્ની સાથેનો સેકસ એ પતિનો અધિકાર છે. પત્ની સાથે કરેલા ઓરલ સેકસ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય
બદલ પતિ સામે સ્ત્રીની મર્યાદાને લાંછન લગાડવાનો ગુનો દાખલ થઇ શકે છે. પત્નીની સંમતિ વગર કરાયેલી જોર જબરદસ્તી ક્રૂરતા ગણાય છે.

ઇડર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના ડોકટર પતિ વિરુદ્ધમાં અપ્રાકૃતિક કૃત્ય આચરવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને રદ કરવા માટે પતિએ હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. જે મામલે તમામ પક્ષોની દલીલો અને રાજ્ય સરકારની દલીલો પૂર્ણ થતાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ચુકાદો અનામત રાખ્યો હતો.

આ કેસમાં પતિએ હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેણે કરેલું કૃત્ય એ બળાત્કાર કે અપ્રાકૃતિક સેકસની વ્યાખ્યામાં આવતું નથી. કેમ કે તે બંને પરિણીત યુગલ છે.  તમામ પક્ષોની દલીલ સાંભળી જસ્ટિસ જે.બી.પારડીવાલાએ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. પ‌ત્ની સાથે કરેલા ઓરલ સેકસ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં પતિ સામે ગુનો બને છે. સ્ત્રીની મર્યાદાને લાંછન લગાડવાનો ગુનો બને છે.

આ સાથે પ‌ત્નીની સંમતિ વગર કરાયેલી જોર જબરદસ્તી ક્રૂરતા ગણાય છે.  પત્નીની સંમતિ સિવાય પતિએ પત્ની સાથે કરેલો શારીરિક સંબંધ મેરિટલ રેપ ન ગણાય.

You might also like