ક્રૂડના ઘટાડાથી ૪૦૦ કંપની દેવાળું ફૂંકશે ?

ન્યૂયોર્ક : વિશ્વની અગ્રણી નાણાં સંસ્થા બ્લેક રોકના જણાવ્યા પ્રમાણે ક્રૂડમાં જોવા મળી રહેલા ઘટાડાના પગલે દુનિયાની ૪૦૦ કંપનીઓ દેવાળું ફૂંકી શકે છે. તેઓના કહેવા પ્રમાણે વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના સતત ઘટાડાના પગલે આ કંપનીઓને દેવામાંથી બહાર આવવાનું વધુ ને વધુ મુશ્કેલરૃપ બની રહ્યું છે.

એવી દહેશત વ્યકત કરાઇ છે કે ક્રૂડના ઘટાડાની અસરે વિવિધ પેટ્રોલિયમ પ્રોડકટમાં પણ લાંબો સમય સુધી ઘટાડો જોવા મળી શકે છે. ઇરાન દ્વારા ક્રૂડના ઊંચા ઉત્પાદનના કારણે ચાલુ વર્ષે પણ ક્રૂડના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો છે. જાણકારો દ્વારા અનુમાન વ્યકત કરાયું છે કે વર્ષ ૨૦૧૫માં ક્રૂડની કિંમતોમાં આવેલા ઘટાડાના કારણે અમેરિકી કંપનીઓને ૯૫,૪૦૨ કરોડનું ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.

ક્રૂડના ઘટાડાના કારણે ઓઇલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે તો બીજી બાજુ ગ્રાહકોને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે. બ્લેક રોકના જણાવ્યા પ્રમાણે યુરો ઝોનનું ભવિષ્ય ચિંતામાં છે, જયારે ચીનના બજારમાંથી રોકાણકારો નાણાં પાછાં ખેંચી રહ્યા છે. આ પરિબળોની અસર પણ જોવાઇ શકે છે.

You might also like