આ પાંચ કારણોએ બાઉન્સ થઈ શકે છે તમારો ચેક

અમદાવાદ: જો તમે કોઈને ચેક આપ્યો હોય અને તે બાઉન્સ થઈ જાય તો તમને એમ લાગશે કે ચેક આપનારા વ્યક્તિના ખાતામાં પૂરતા રૂપિયા નહિ હોય. પરંતુ ચેક બાઉન્સ થવાનું તે જ એક માત્ર કારણ નથી. એ સિવાય પણ ચેક બાઉન્સ થઈ શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કેટલાક એવા કારણો પણ છે જેના કારણે ચેક બાઉન્સ થઈ શકે છે.

ખોટી સહિ
જો ચેક આપનાર વ્યક્તિએ બરાબર રીતે સહિ નહિ કરી હોય તો બેંકમાં સ્પેસિમેન સિગ્નેચરના સ્વરૂપમાં તેને જોવામાં આવે તો તેના કારણે પણ ચેક બાઉન્સ થઈ શકે છે.

જૂનો અથવા પોસ્ટ ડેટેડ ચેક
જો તમે 3 મહિના જૂનો ચેક આપ્યો હશે અથવા એવો ચેક આપ્યો હશે જેની તારીખ આગળની હોય તો બેંક એ ચેકને રિજેક્ટ કરી દેશે.

નામ અથવા તારીખમાં ફેરફાર
જો તમે ચેક પર પહેલા બીજા કોઈનું નામ લખ્યું હશે અને તેની છેકીને બીજાનું નામ લખ્યું હશે અથવા તો તારીખમાં ફેર હશે તો બેંક એ ચેક ચલાવશે નહિ. એટલે સુધી કે રકમમાં પણ જો પરિવર્તન હશે તો સ્વીકાર્ય નહિ હોય.

એકાઉન્ટ ફ્રીજ થઈ જાય
જો એકાઉન્ટ કોઈ કારણોસર ફ્રીઝ થઈ ચૂક્યું હોય, તો ભલે એકાઉન્ટમાં ગમે તેટલા પૈસા કેમ ન હોય, ચેક સ્વીકારમાં આવશે નહિ.

એકાઉન્ટમાં ઓછા પૈસા હોય
સ્વાભાવિક છે કે ચેકની રકમ કરતાં ઓછા પૈસા એકાઉન્ટમાં હશે તો ચેક બાઉન્સ થઈ જશે.

You might also like