આ છે રિયલ મેગ્નેટિક મેન

બોસ્નિયા હર્ઝગોવિનાના સેબેનિક શહેરમાં રહેતા મુહિબિયા બિલ્યુબેઝિક અત્યંત ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. ૫૮ વર્ષના આ વ્યક્તિના શરીર પર ઈસ્ત્રી, પાનાં-પક્કડ, ઢગલાબંધ ચમચીઓ વગેરે તમામ વસ્તુઓ ગુરુત્વાકર્ષણ બળની ઐસીતૈસી કરીને ચોટી જાય છે. સિક્કા તો તેમના શરીર પર ફેંકતાં જ ચોંટી જાય છે. માત્ર લોખંડ જ નહીં, કાચની મોટી બોટલો કે રિમોટ કંટ્રોલ પણ તેમની છાતી, પીઠ કે ચહેરા પર ચોંટી જાય છે. તેમના શરીરમાં એવી ભેદી પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે જે તમામ વસ્તુને શરીર સાથે ચોંટાડી રાખે છે.

home

You might also like