બજેટ પર પક્ષ વિપક્ષની પ્રતિક્રિયા

કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે વર્ષ 2016-17નું બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારના આ વખતના બજેટમાં ઇન્ટમટેક્સ સ્લેબમાં કોઇ જ પરિવર્તિન કરવામાં આવ્યું નથી. આ સાથે જ ઘણા નવા સેસ ચાર્જની પણ જાહેરાત કરી છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જેટલીને વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.

તો કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ નાણાપ્રધાન જેટલીના બજેટને અર્થવ્યવસ્થાને સંકોચીત કરતું બજેટ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ વખતનું બજેટમાં નિવેદનનો એક ભાગ હોવાનું પણ લાગી રહ્યું છે.

લોકસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે આ બજેટ દ્વારા એ સ્પષ્ટ પણે સામે આવ્યું છે કે આ સરકાર કોર્પોરેટ અને કાળુનાણુ ધરાવતા લોકોને ફાયદો કરી આપે છે. તેમણે એમ પણ કહ્યું કે જો ખેડૂતો માટે કાંઇક કરવું હતું તો તેમના દેવા માફ કરી દેવા જોયતા હતા. આ બજેટમાં જૂની યોજનાઓને રીપેકેજિંગ કરીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં ગરીબો માટે કાંઇ જ નથી.

તો  બીજેપી અધ્યક્ષ અમિતશાહે બજેટને લઇને નાણામંત્રી અરૂણ જેટલી અને મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે બજેટના મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે સરકારના સામાન્ય બજેટથી ગરીબોમાં આનંદનો માહોલ જોવા મળશે.

જ્યારે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રના બજેટે ગરીબો સાથે અન્યાય કર્યો છે. તેમણે કહ્યું કે દેશમાં 25 કરોડ લોકો પાસે મકાન નથી. બજેટમાં તેમને શું લાભ થયો.

કૃષિ પ્રધાન રાધા મોહન સિંહે જણાવ્યું છે કે આઝાદી પછી આ પ્રથમ બજેટ છે કે જેમાં ગામડા, ખેડૂતો અને ગરીબોનેલક્ષી બજેટ  રજૂ થયું છે.

પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ જણાવ્યું કે, અરૂણ જેટલી પરીક્ષામાં પાસ થયા છે. બજેટમાં બધાને કાંઇને કાંઇક ફાળવવામાં આવ્યું છે.

તો આ સિવાય અન્ય નેતાઓએ પણ કંઇક આ રીતનું ટ્વિટ કર્યું હતું….

You might also like