જાહેર ક્ષેત્રનાં સાત એકમ બંધ થશે

મુંબઇ: કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રનાં સાત એકમ બંધ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ પ્રસ્તાવને સંબંધિત વિભાગના અધિકારીઓએ સંમતિ પણ આપી દીધી છે. નોંધનીય છે કે આવું પ્રથમ વાર બની રહ્યું  છે કે એકસાથે આટલાં જાહેર ક્ષેત્રનાં એકમ બંધ કરવાની મંજૂરી માગવામાં આવી છે.

દેશમાં ૭૪ જાહેર ક્ષેત્રનાં એકમ નુકસાનીમાં ચાલી રહ્યાં છે તેમાંથી સાત એકમને બંધ કરવાનો પ્રસ્તાવ છે. આ કંપનીઓની નામની યાદીમાં હિંદુસ્તાન પેપર્સ, હિંદુસ્તાન ફોટો ફિલ્મ, ટાવર કોર્પોરેશન, રિચર્ડસન એન્ડ ક્રૂડાસ લિ., બર્ડ જ્યુટ એન્ડ એક્સપોર્ટ લિ. જેવી કંપનીઓ સામેલ છે.

આ અગાઉ નીતિ આયોગે સરકાર પાસે આઠ એકમો બંધ કરવાની મંજૂરી માગી હતી. આયોગ વેચાણ અથવા ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રનાં એકમોની એક યાદી તૈયાર કરી રહ્યું છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં સરકારે રૂ. ૬૦,૫૦૦ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.

You might also like