મધ્ય ઝોનમાં પીવાના પાણીની સમસ્યા હજુ બે દિવસ રહેશે

અમદાવાદ: શહેરમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા મધ્ય ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા પાણીની લાઈનના જોડાણની કામગીરી આજે સવારનો પાણીનો પુરવઠો નાગિરકોને આપ્યા બાદ હાથ ધરાનાર છે, જેના કારણે બે દિવસ સુધી સમગ્ર મધ્ય ઝોનમાં પાણીનો કકળાટ સર્જાશે.

મધ્ય ઝોનના ઈજનેર વિભાગ દ્વારા દરિયાપુર વોર્ડ ખાતે શાહપુર ચાર રસ્તાથી હલીમની ખડકી સુધી ૪૫૦ ‌િમ‌મી વ્યાસની લાઈનનું જોડાણ તેમજ રોડ પરની હયાત ૨૫૦ ‌િમમી અને ૧૫૦ ‌િમમી લાઈન નાખવાનું કામ ચાલુ છે, જેના કારણે ૪૫૦ ‌િમમી વ્યાસના જોડાણનું કામ આજે સવારના પાણીના પુરવઠા બાદ હાથ ધરાશે.

તંત્રની પાણીની લાઈનના જોડાણની કામગીરી આજે સવારનો પાણીનો પુરવઠો નાગરિકોને અપાઈ ગયા બાદ હાથ ધરનાર હોઈ ત્યાર બાદ દૂધેશ્વર વોટર વર્ક્સને બંધ કરાશે. દૂધેશ્વર વોટર વર્ક્સથી ખાડિયા, દરિયાપુર, શાહપુર, કાલુપુર, રાયખડ અને અસારવા વોર્ડ સહિત સમગ્ર મધ્ય ઝોનમાં દૈનિક ૭૨થી ૭૩ એમએલડી પાણી પૂરું પડાય છે, જોકે દૂધેશ્વર વોટર વર્ક્સને બંધ રાખીને ઈજનેર વિભાગ પાણીની લાઈનના જોડાણની કામગીરી કરવાનો હોઈ આજે સાંજનો પાણીનો પુરવઠો લોકોને અપાશે નહીં. આ ઉપરાંત આવતી કાલે સવારે પણ લો પ્રેશરથી પાણી અપાનારું હોઈ ખાસ કરીને ગૃહિણીઓ માટે આવતી કાલની સવાર પાણીનો કકળાટ લાવનારી બનશે.

You might also like