હિટવેવઃ ગુરુવાર સુધી શહેરમાં ગરમી 44 ડિગ્રી થવાની શક્યતા

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ, સોમવાર: શહેર સહિત રાજ્યભરમાં ઉનાળાના ધોળધખતા તાપથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. ગઇ કાલથી રવિવારની રજાના દિવસે પણ બપોરના સમયગાળામાં શહેરમાં સ્વભંયુ જનતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. આજના એપ્રિલના નવા અઠવાડિયાના પહેલા દિવસે પણ સવારથી ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. દરમ્યાન શહેરમાં આગામી ગુરુુવારે ગરમી ૪૪ ડીગ્રી થાય તેવી શક્યતા છે.

ગઇ કાલે શહેરમાં ૪૧.પ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી વધારે હતું. આજે સવારથી ર૩.ર ડિગ્રી સેલ્શિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, કે જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ હતું.

જ્યારે બપોરે ૪ર ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે. જો કે શહેરમાં ગરમીનો પારો હજુ ઊંચે ચઢીને આવતા ગુરુવારે ૪૪ ડિગ્રીને સ્પર્શે તેવી શક્યતા છે. ત્યારબાદ શુક્રવારથી શહેરનું મહત્તમ તાપમાન થોડુંક ઘટીને ૪૧.૪ર ડિગ્રી થવાની પણ સંભાવના છે. દરમ્યાન છેલ્લાં દશ વર્ષમાં એપ્રિલમાં પડેલી ગરમીની વિગત તપાસતાં ગત વર્ષ ર૦૧૦માં શહેરમાં ૪૪.૬ ડિગ્રી ઊંચુ તાપમાનનું છે.

You might also like