સાબરમતી જેલમાં કેદી સુરંગ તો ઠીક ખાડો પણ ખોદશે તોય પકડાઈ જશે

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાને લઇને અનેક વખત વિવાદોમાં આવી છે તેમાં પણ ખાસ કરીને પાંચ વર્ષ પહેલાં થયેલા સુરંગકાંડને અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ગણવામાં આવે છે. જેલની સુરક્ષાને લઇને હવે કોઇ વિવાદ ના સર્જાય તે માટે જેલને સિક્યોરિટી મામલે હાઇટેક બનાવી રહ્યા છે.

જેલ સત્તાધીશો છ કિલોમીટરમાં ફેલાયેલી સાબરમતી જેલમાં ૧૫ ફૂટ નીચે જમીનમાં ટનલ વાઇબ્રેશન કેબલ નાખશે. આ કેબલની ખાસિયત એ છે કે કોઇ પણ કેદી ભાગવા માટે સુરંગ બનાવાની કોશિશ કરશે તે તેની તમામ જાણ કંટ્રોલ રૂમમાં થઇ જશે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ ના કરે તે માટે 4જી જામર લગાવી દીધાં છે તો બીજી તરફ કેદીઓને ઇમર્જન્સીના સમયે મદદ મળી રહે તે માટે જેલની તમામ બેરેકમાં પેનિક બટન (ઇમર્જન્સી બટન) પણ લગાવવામાં આવ્યાં છે.

કેદીઓ જેલમાં પ્રતિબંધીત ચીજવસ્તુઓ સંતાડીને ના લઇ જાય તે માટે બોડી સ્કેનર મશીન પણ વસાવ્યું છે ત્યારે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરાથી જેલને સજ્જ કરવામાં આવી છે.

છ કિલોમીટરમાં ફેલાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે. જેમાં ૨૬૦૦ કરતાં વધુ કાચા કામ તેમજ પાકા કામના કેદીઓ છે. સેન્ટ્રલ જેલ અધિક્ષક સહિત ૪૦૦ જેલ સિપાહી, હવાલદાર, સુબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિધિ પર નજર રાખતા હોય છે.

૨૬ જુલાઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આતંકવાદીઓએ વર્ષ ૨૦૧૩માં જેલમાંથી ભાગવા માટે ૨૧૪ ફૂટ લાંબી સુરંગ ખોદી હતી. હાઇસિક્યોરિટી હોવા છતાંય આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આવી ઘટના ફરી બને નહીં તે માટે ટનલ વાઇબ્રેટ કેબલ લગાવવા માટે જેલ સત્તાધીશોએ નિર્ણય લીધો છે. ટનલ વાઇબ્રેશન કેબલની વિશિષ્ટતા એ છે કે જમીનની અંદર ચાલતી કોઇપણ ગતિવિધિની જાણ જેલમાં આવેલા કંટ્રોલ રૂમમાં થઇ શકે છે.

ટનલ વાઇબ્રેટ કેબલમાં એક ખાસ પ્રકારનું સેન્સર હોય છે કે કોઇ પણ જગ્યાએ ખાડો ખોદવામાં આવે તો સેન્સર દ્વારા તેની જાણ સીધી કંટ્રોલ રૂમમાં થઇ જાય છે. જમીનથી ૧૫ ફૂટ નીચે આ કેબલ નાખવામાં આવશે. જે કુલ ૩૦ ફૂટનો એરિયા કવર કરશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પર અંદાજિત ત્રણ કરોડ રુપિયા ફાળવ્યા છે.

જેલના ડીવાયએસપી વી.એચ.ડિંડોરે જણાવ્યું છે કે છ કિલોમીટરમાં ફેલાયેલી જેલમાં ટનલ વાઇબ્રેટ કેબલ નાખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. કોઇ પણ કેદી સુરંગ બનાવીને ભાગવાની કોશિશ કરશે તેની જાણ તાત્કાલીક કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગશે.

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

18 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

18 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

18 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

18 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

18 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

18 hours ago