તો શું મોદીની છાતી પ૬ની નહિ પ૦ ઇંચની છે ?

લખનૌ : પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે અહી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિ.ના કન્વોકેશન સેરેમનીમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ સેરેમનીમાં પીએમ ગોલ્ડન કલરનું અચકનપહેરશે. તેને યુનિવર્સિટીના ઓફિસરો જ તૈયાર કરાવી રહ્યા છે.

યુનિ.ના ઓફિસરોએ આ અચકન તૈયાર કરવા માટે પીએમઓ પાસે મોદીની ચેસ્ટની સાઇઝનું માપ પુછયુ હતુ. પીએમઓએ માહિતી આપી હતી કે, પીએમની છાતીની સાઇઝ પ૦ અને ખભ્ભાની સાઇઝ ર૧ ઇંચ છે. અત્રે એ નોંધનીય છે કે, ગત લોકસભાની ચૂંટણી દરમિયાન મોદીએ પ૬ ઇંચની છાતીની લાઇનની વાત જોરશોરથી ચગાવી હતી.

એક રેલીમાં મોદીએ કહ્યુ હતુ કે, નેતાજી (મુલાયમ) કહે છે કે, મોદી બીજુ ગુજરાત નહી બનાવી શકે ? શું તમે જાણો છો બીજુ ગુજરાત બનાવવા માટે શું જોઇએ ? આ માટે પ૬ ઇંચની છાતી જોઇએ. જો કે એ કદી સ્પષ્ટ નથી થયુ કે, મોદીએ ફકત ભાષણને રસપ્રદ બનાવવા માટે જ આ વાત જણાવી હતી કે પછી આજ વાસ્તવિકતા હતી.

મોદી માટે અચકન તૈયાર કરી રહેલા દિલ્હીના એક દરજીને જયારે આ અંગે પૂછાયુ તો તેમણે કશુ કહેવાનો ઇન્કાર કર્યો હતો. આ દરજીએ કહ્યુ હતુ કે, આ પોલિટિકલ ઇસ્યુ છે. તેના ઉપર કોમેન્ટ થઇ ન શકે

You might also like