મરઘીના ભાવ તાલ બાબતે ઝઘડો થતાં એક પરિવારે ગ્રાહકને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદઃ ગાંધીનગર સેક્ટર ૨૪ નજીક મરઘીનું વેચાણ કરતાં એક પરિવારે ગ્રાહક સાથે ભાવ તાલ બાબતે ઝઘડો થતાં ગ્રાહકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારતાં પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા શખસોની સઘન શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેક્ટર-૨૫ ખાતે રહેતો જગદીશ કરશનજી ઠાકોર નામનો યુવાન ઉત્તરાયણના દિવસે ગાંધીનગર સેક્ટર ૨૪ ખાતે સાંઈબાબાના મંદિર પાસે છાપરાંમાં મરઘીનું વેચાણ કરતાં ગંગારામ મારવાડી પાસે મરઘી લેવા ગયો હતો.

અા વખતે જગદીશ અને ગંગારામ વચ્ચે મરઘીના ભાવ તાલ બાબતે ઝઘડો થયો હતો. જગદીશે ગંગારામને કહ્યું હતું કે તમે મરઘીના ડબલ પૈસા લો છો, બીજે બધે ઓછા પૈસામાં મરઘી મળે છે. અા વખતે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી બાદ ઉશ્કેરાયેલા ગંગારામ તેના પુત્ર મહેશ, પુત્રી દીપા અને પત્ની શોભાએ ભેગા મળી જગદીશ પર પાઈપ અને ધોકા જેવા હથિયારોથી હુમલો કરતાં ગંભીર ઈજાઓ થવાના કારણે જગદીશનું મોત થયું હતું. જગદીશને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગંગારામ અને તેના પરિવારના સભ્યો નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

home

You might also like