રાષ્ટ્રપતિના હસ્તે 56 હસ્તિઓને પદ્મ પુરસ્કાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશની 56 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. નવી દિલ્હીમાં આયોજીત કરવામાં આવેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ હાજર રહ્યાં હતાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સંસ્થાપક સ્વ ધીરૂભાઇ અંબાણીને મરોણોપરાંત પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પાંચ હસ્તિઓને પદ્મ વિભૂષણ, 8ને પદ્મ ભૂષણ અને 43ને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેંગના પૂર્વ પ્રમુખ વિનોદ રાય, બોલિલુડ અભિનેતા અનુપમ ખેર, રામ સુતાર, ગાયક ઉદિત નારાયણ, એચ કન્હાઇલાલ, બરજિંદર સિંહ હમદર્દ, સ્વામી તેજોમયાનંદ, પ્રોફેસર એન.એસ. રામાનુજા તાતાચાર્ય, પ્રોફેસર ડી. નાગેશ્વર રેડ્ડી, ભારતના અમેરિકાના પૂર્વ રાજદૂત રોબર્ટ ડી બ્લૈકવિલ, સાયના નહેવાલ, સાનિયા મિર્ઝા અને બેનેટ કોલમેન એન્ડ કંપનીના ઇંદૂ જૈનને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીના ગુરૂ સ્વર્ગીય દયાનંદ સરસ્વતીને મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.


સિનેમા જગતમાં મહત્વનું યોગદાન આપવા બદલ અભિનેતા અજય દેવગન, પ્રિયંકા ચોપરા ઉપરાંત ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર અને એસ.એસ. રામમૌલીને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગુલાબો સપેરા, માલિની અવસ્થી અને પ્રતિભા પ્રહલાદને પણ પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે.

You might also like