એવોર્ડ પર કર્યા વગર વાતચીતથી પણ આવી શકે છે ઉકેલ : રાષ્ટ્રપતિ

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એવોર્ડ પરત ન કરવાની સલાહ આપી હતી કે સમસ્યાઓનો ઉકેલ વાતચીતથી થાય છે. બુદ્ધિજીવીઓએ ભાવુક થવુ ન જોઇએ. પ્રેસ ડે નિમિતે પોતાનાં વક્તવ્યમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે એક બે ઘટનાંઓ બનવાની દેશમાં અસહિષ્ણુતા ફેલાતી નથી. આવી ઘટનાઓનાં કારણે બુદ્ધિજીવીઓએ પોતાની ભાવના કાબુમાં રાખવી જોઇએ.
આપણે સંતુલીત વલણ અખ્ત્યાર કરવું જોઇએ. પ્રણવ મુખર્જીએ અગાઉ ત્રણ વખત સરકારને સલાહ આપી ચુક્યા હતા કે અસહિષ્ણુંતા વધી હોવાનાં સંકેતો આપતી ઘટનાઓ ન થવી જોઇએ.આ પહેલી ઘટનાં નથી જ્યારે રાષ્ટ્રપતિએ લેખકો અને બુદ્ધિજીવીઓને સંદેશ આપ્યો હોય કે તેઓ સંતુલીત રહે અને એવોર્ડ પરત ન કરે.

You might also like